ડુપ્લેસિસે દિનેશ કાર્તિકની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી

કોલકાતાઃ IPLમાં બુધવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ત્રણ વિકેટે માત આપી હતી. ટીમને માત્ર 129 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પણ એન લક્ષ્યનો પીછો કરવામાં પણ ટીમને પરસેવો છૂટી ગયો હતો. અંતે અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિક સાત બોલમાં 14 રન બનાવ્યા હતા અને ટીમને જિતાડી હતી. આ જીત પછી ફાફ ડુપ્લેસીએ કાર્તિકની પ્રશંસા કરી હતી અને એની તુલના MS ધોનીની કુલ સ્ટાઇલથી કરી હતી. આ મેચ પૂરી થયા પછી ડુપ્લેસીએ સ્પષ્ટ કહ્યું હતું કે DKનો અનુભવ ટીમને કામ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે હું બહુ ખુશ છું. ટુર્નામેન્ટના પ્રારંભે આ રીતે નાના અંતરથી જીતવું મહત્ત્વનું છે.

RCB સામે સ્કોર ભલે બહુ નાનો હતો, પણ KKRએ બોલિંગથી મેચને મુશ્કેલ બનાવવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યા હતા. બોલ પહેલાં સ્વિંગ થતી હતી, આજે સીમ અને ઉછાળ વધારે હતો. બે દિવસ પહેલાં અહીં 200 રન બન્યા હતા અને આજે 130 રન.

અમે વધુ સંયમિત થઈને રમતા હતા, પણ એ અનુભવની વાત હતી. રન બનાવવા ક્યારેય પડકાર નહોતો, પણ અમારે વિકેટ બચાવવાની જરૂર હતી. તેણે કાર્તિકની ભરપેટ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે આઇસ કુલ રહેવાની વાત છે, ત્યાં સુધી દિનેશ કાર્તિક ધોનીની ઘણો નજીક આવે છે. અમારી ટીમમાં શાનદાર લોકો છે ટીમમાં આપસમાં સારો તાલમેલ છે, તેઓ મારી પાસે આઇડિયા લઈને આવે છે.