બાબર આઝમે PM ઇમરાન ખાનનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં છ વિકેટથી હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1ની બરાબર કરી લીધી હતી. પાકિસ્તાને ટીમે ગુરુવારે ઓસ્ટ્રેલિયાને 348 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે 15મી વનડેની સદી ફટકારી હતી.

બાબર આઝમે (114) અને બેટ્સમેન ઇમામ ઉલ-હક (106)ની સદીની મદદથી મેચ જીતી લીધી હતી. ભારતે સદીની મદદથી પાકિસ્તાનના કેપ્ટન દ્વારા ઓસ્ટ્રેલિયાની સામે વનડે સ્કોરનો 32 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 1990માં બ્રિસ્બેનમાં કેપ્ટન ઇનિંગ્સ રમતા ઓસ્ટ્રેલિયાની સામે 82 રન બનાવ્યા હતા. ઇમામ અને ફખર જમાને (67) રનોની ભાગીદારી કરીને પ્રારંભમાં 118 રનની ભાગીદારીની બાબરને નક્કર શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના સાત બોલરોનો ઉપયોગ કર્યો હતો, પણ બેટ્સમેનોની ધુઆંધાર ઇનિંગ્સ સામે નિષ્ફળ પુરવાર થયા હતા.

આઝમે આ મામલે દક્ષિણ આફ્રિકામાં હાશિમ અમલા અને વિરાટ કોહલીને પછાડ્યો હતો. બાબરે સૌથી ઝડપી 15વનડે સદી ફટકારી હતી. તેણે 83 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે અમલા અને વિરાટે 86 અને 106 ઇનિંગ્સમાં આ આંકડો હાંસલ કર્યો હતો.

પાકિસ્તાનને છેલ્લી 10 ઓવરમાં 70 રનની જરૂર હતી અને પાકિસ્તાને 45મી ઓવરમાં બાબરને ગુમાવ્યો હતો, પણ મોહમ્મદ રિઝવાનને 23 રને આઉટ થતાં પહેલાં લક્ષ્યને સરળ બનાવ્યો હતો. પાકિસ્તાને લાહોરમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના 348 રનના લક્ષ્યને 49 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. પાકિસ્તાનનો આ વનડે ક્રિકેટમાં અત્યાર સુધી સફળ રન ચેઝ હતો.