‘ટાઈ’ થયેલી વન-ડે મેચ પૂર્વે વડા પસંદગીકારે પિચ પર પૂજા કરી હતી

વિશાખાપટનમ – અહીંના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 24મીએ રમાઈ ગયેલી અને ટાઈ થયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચના આરંભ પૂર્વે બીસીસીઆઈ ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે ‘પિચ પૂજા’ કરી હતી.

અસાધારણ કહેવાય એવી તે ‘પિચ પૂજા’ની તસવીર ઈન્ટરનેટ પર જોવા મળી છે.

તસવીરમાં એક પંડિત, પ્રસાદ તથા ગ્રાઉન્ડ સ્ટાફના અમુક સભ્યોને પિચના એક છેડા પર પૂજાવિધિ કરતા જોઈ શકાય છે.

એક અધિકારીએ પ્રસાદની એમ કહીને ટીકા કરી છે કે આ તો ક્રિકેટનો અજ્ઞાની માણસ છે.