મુંબઈઃ IPL 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની સામે જીત મેળવીને પ્લેઓફ તરફ આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી હતી. લખનઉના હવે 15 પોઇન્ટ છે. CSKના પણ એટલા જ પોઇન્ટ છે. લખનઉની વિરુદ્ધ MI માટે ખરાબ સમાચાર છે. મેચ જીતી હોત તો એ બીજા ક્રમાંકે પહોંચી જાત, પણ એવું થયું નહીં.
હવે MIની ટીમ સનરાઇઝ હૈદરાબાદ (SRH)ની સામે જીતી પણ જાય તો પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. જો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) પોતાની બંને મેચો જીતી જશે તો મુંબઈએ ક્વોલિફાય થવા માટે મોટા અંતરથી જીતવું પડશે, કેમ કે એનો રન રેટ માઇનસમાં છે.
મુંબઈની હાર પ્લેઓફની દોડમાં સામેલ બધી ટીમો માટે સારા ખબર છે. ટોચની બે દોડની વાત કરૂએ તો CSKને મોટો લાભ મળ્યો છે. દિલ્હી કેપિટલની સામે જીત મેળવીને ધોની એન્ડ કંપની ક્વોલિફાયર એકમાં જગ્યા નક્કી કરી શકે છે, પણ જો કોલકાતાને લખનઉ મોટા અંતરથી હરાવી ના દે.
રાજસ્થાન અને કોલકાતા માટે લખનઉની જીત વરદાન સાબિત થઈ શકે. એનાથી 14 અંકોની સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવાનો વિકલ્પ ખૂલી ગયો છેય બંને ટીમો છેલ્લી મેચ જીતશે તો 14 પોઇન્ટ સાથે પહોંચશે. જો MI SRH સામે હારી જશે તો બંને ટીમો પ્લેઓફમાં પહોંચવાની સંભાવના છે.
