હાંગઝોઉઃ ચીનના હાંગજાઉમાં રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં 13મા દિવસે ભારતે ઇતિહાસ રચ્યો છે અને ભારતના 101 મેડલ નક્કી થઈ ગયા છે. હોકી ટીમે ગોલ્ડની સાથે ભારતના 95 મેડલ થયા છે. હોકીમાં ભારતે જાપાનને ફાઇનલમાં 5-1થી હરાવીને નવ વર્ષ બાદ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. અત્યાર સુધી કુલ આર્ચરીમાં ત્રણ, કબડ્ડીમાં બે, બેડમિન્ટનમાં એક, ક્રિકેટમાં એક મેડલ પાકો છે.
ભારત તરફથી મનપ્રીત સિંહે 25મી મિનિટે, હરમનપ્રીત સિંહે 32મી અને 59મી મિનિટે, અમિત રોહિદાસે 36મી મિનિટમાં અને અભિષેકે 48મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી તનાકાએ ટીમ માટે એકમાત્ર ગોલ 51મી મિનિટે કર્યો હતો. આ જીત સાથે ભારત પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે.બીજી તરફ ટ્રાયલ વિના ભારત તરફથી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર કુસ્તીબાજ બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનના યામાગુચી સામે એકતરફી મેચમાં 10-0થી હારી ગયો હતો.
59' Harmanpreet Singh scores to put the game beyond all doubt.
🇮🇳 IND 5-1 JPN 🇯🇵#HockeyIndia #IndiaKaGame #AsianGames #TeamIndia #HangzhouAsianGames #EnRouteToParis #IndianTeam #SunehraSafar @CMO_Odisha @sports_odisha @Media_SAI @IndiaSports @19thAGofficial @asia_hockey…
— Hockey India (@TheHockeyIndia) October 6, 2023
ભારતે આજે એક ગોલ્ડ, બે સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ સહિત કુલ આઠ મેડલ જીત્યા છે. કુલ મેડલની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. ભારતે એશિયન ગેમ્સમાં હોકીમાં આ ચોથો ગોલ્ડ પોતાને નામે કર્યો હતો. આ પહેલાં 1966, 1998, 2014માં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય હોકી ટીમે 1958, 1962, 1970,1974, 1978,1982,1990,1994 અને 2002માં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે 1986 અને 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પહેલા ભારતીય મહિલા ટીમને સેમિફાઈનલમાં થાઈલેન્ડ સામે હારીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તીરંદાજી રિકર્વ મહિલા ટીમ પછી, એચએસ પ્રણયને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મળ્યો.