મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની NIAને ધમકી મળી

અમદાવાદઃ દેશમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપનો અનેક શહેરોમાં આરંભ થયો છે. આમાંનું અમદાવાદ છે. અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મળતાં ખળભળાટ મચી ગયો છે.

આ ધમકીના સંદર્ભમાં મુંબઈ પોલીસે અજ્ઞાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એનઆઈએ એજન્સીને મળેલા ધમકીભર્યા ઈમેલમાં અજ્ઞાત આરોપીએ એવી માગણી કરી છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આરોપીએ આ ઉપરાંત 500 કરોડ રૂપિયાની ખંડણીની પણ માગણી કરી છે. તેણે કહ્યું છે કે જો આ બે માગણી પૂરી કરવામાં નહીં આવે તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બ વિસ્ફોટ વડે ઉડાવી દેવામાં આવશે. આ ઈમેલને પગલે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન, આ ત્રણેય રાજ્યના પોલીસ તંત્રને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.