એશિયન ચેમ્પિયનશિપઃ તેજીન્દરપાલ સિંહે ગોળા ફેંકમાં જીત્યો ગોલ્ડ મેડલ

બેંગકોકઃ ભારતીય ગોળા ફેંક એથ્લીટ તેજીન્દરપાલ સિંહે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સુવર્ણ પદક જાળવી રાખતાં આધિપત્ય સ્થાપિત કર્યું છે. જોકે બીજા થ્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રયાસ પછી તે લંગડાતા પગે બહાર આવ્યો હતો. એશિયન રેકોર્ડધારી તૂરે બીજા થ્રોમાં 20.23 મીટરના અંતરે ગોળો ફેંક્યો હતો. ઇરાનના સાબેરી મેહદી (19.98 મીટર)એ રજત પદક અને કજાકિસ્તાનના ઇવાન ઇવાનોવ (19.87 મીટર)એ કાંસ્ય પદક જીત્યો હતો. તૂર (28 વર્ષ) ત્રીજો ગોળા ફેંક એથ્લીટ છે, જેણે એશિયન ચેમ્પિયનશિપ પદક જીત્યો હતો.

આ સાથે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 100 મીટર વિઘ્નદોડમાં સુવર્ણ પદક જીત્યો હતો. જેથી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય એસ. જગન મોહન રેડ્ડીએ જ્યોતિ યારાજીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સાથે ભારતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જે ભારતીયોએ મેડલ જીત્યા છે, એમાં જ્યોતિ યારાજી –મહિલાઓની 100 મીટરની હર્ડલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, અબદુલ્લા અબુબકર –પુરુષોના ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ, અજયકુમાર સરોજ- પુરુષોની 1500 મીટરમાં ગોલ્ડ મેડલ, અભિષેક પાલ-પુરુષોની 10,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ, ઐશ્વર્યા કૈલાશ મિશ્રા- મહિલાઓની 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ અને તેજસ્વિન શંકરે પુરુષોની ડેકાથલોન બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે અત્યાર સુધી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જોકે ભારતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભુવનેશ્વર, 2017માં કર્યું હતું, જેમાં ભારતીય એથ્લીટોએ એ વર્ષ નવ ગોલ્ડ મેડલ સહિત 27 મેડલ હાંસલ કર્યા હતા.