કોલંબોઃ આ વર્ષની એશિયા કપ સ્પર્ધા જીતનાર ટીમને સોનાથી મઢેલી ટ્રોફી અને દોઢ લાખ ડોલર (આશરે રૂ. 1 કરોડ 24 લાખ)ની ઈનામી રકમ મળશે. જ્યારે રનર્સ-અપ ટીમને 75,000 ડોલર (આશરે રૂ. 63 લાખ) મળશે. સુપર4 રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહેલી પાકિસ્તાન ટીમને રૂ. 51 લાખ મળ્યા છે જ્યારે ચોથા ક્રમની ટીમ બાંગ્લાદેશને રૂ. 25 લાખ મળ્યા છે.
2022માં એશિયા કપ વિજેતાપદ જીતવા બદલ શ્રીલંકા ટીમને રૂપિયા 1 કરોડ 59 લાખ 53,000 મળ્યા હતા જ્યારે રનર્સ-અપ પાકિસ્તાનને 79 લાખ 66,000 રૂપિયા મળ્યા હતા.
‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડવિજેતાને 5,000 ડોલર (આશરે રૂ. 4.15 લાખ) આપવામાં આવશે. ‘મેન ઓફ ધ સીરિઝ’ એવોર્ડ જીતનાર ખેલાડીને 15,000 ડોલર (આશરે રૂ. 12,46,000) આપવામાં આવશે.
