કોરોનાઃ ટોક્યો ઓલિમ્પિક-વિલેજમાં એથ્લીટ્સ માટે ‘એન્ટી-સેક્સ’ પલંગ

ટોક્યોઃ ચેપી કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે અહીં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા આવી રહેલાં એથ્લીટ્સ વચ્ચે નિકટતાં થતી રોકવા માટે આયોજકોએ રસ્તો શોધી કાઢ્યો છે. ઓલિમ્પિક વિલેજમાં એમણે બધાં એથ્લીટ્સ માટે એન્ટી-સેક્સ પલંગની વ્યવસ્થા કરાવી છે. આ પલંગ કાર્ડબોર્ડનાં બનાવેલાં છે. મતલબ કે પલંગ માત્ર એક જ વ્યક્તિનો ભાર ઝીલી શકશે. બે જણ એની પર ભેગાં થશે તો પલંગ તૂટી જશે. આમ આવા પલંગ બનાવવાનો હેતુ એથ્લીટ્સને સેક્સ કરવાથી દૂર રાખવાનો છે.

આયોજકોના આ નિર્ણયને કેટલાંકે વિચિત્ર ગણાવ્યો છે તો કેટલાંકે રોગચાળાનો ફેલાવો રોકવા માટે ઉચિત નિર્ણય તરીકે ગણાવ્યો છે. આ પલંગની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે અને સોશિયલ મિડિયા પર અસંખ્ય જોક અને મજાક શરૂ થઈ ગયાં છે.