નવી દિલ્હીઃ દેશમાં ખેડૂતો વિવિધ માગોને લઈને આંદોલન કરી રહ્યા છે, ત્યારે પહેલવાનોએ ભાજપ સાંસદ બ્રિજશરણ સિંહની વિરુદ્ધ રસ્તા પર ધરણાં કરવાની ધમકી ઉચ્ચારી છે. ભૂતપૂર્વ ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે ફરી એક વાર દેખાવો કરવાની ચેતવણી ઉચ્ચારી છે. તેણે એક વિડિયો જારી કરીને સરકારને કહ્યું હતું કે તે બનતી ત્વરાએ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના બધા સહયોગીઓને બરખાસ્ત કરે. જો એવું નહીં કરવામાં આવે તો ફરી એક વાર પ્રદર્શન કરવામાં આવશે. તેણે બ્રિજશરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહને ઉત્તર પ્રદેશ કુશ્તી એસોસિયેશનના અધ્યક્ષ બનાવવાનો પણ વિરોધ કર્યો છે.
સાક્ષી મલિકની સાથે-સાથે બજરંગ પૂનિયાએ પણ ઉત્તર પ્રદેશ કુશ્તી એસોસિયેશનના અધ્યક્ષ તરીકે કરણ ભૂષણ શરણ સિંહની નિયુક્તિ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ(UWW)ના દ્વારા કુશ્તી મહાસંઘને સસ્પેન્શનને દૂર કરી દેવામાં આવ્યું હતું. આવામાં ફરી એક વાર સંજય સિંહ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ તરીકે કાર્ય કરવા લાગ્યા છે. સંજય સિંહે ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ ભારતીય કુશ્તી મહાસંઘ બ્રિજશરણ સિંહને નજીકના માનવામાં આવે છે.ઓલિમ્પિક મેડલવિજેતા સાક્ષી મલિકે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર વિડિયો શેર કરતાં કહ્યું હતું કે જો બ્રિજભૂષણ શરણ સિંહના સહયોગીઓ કુશ્તી મહાસંઘ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે તે તેઓ ફરી આંદોલનના માર્ગે ઊતરશે. સંજય સિંહે UWWથી કંઈક સેટિંગ કર્યું છે અને સસ્પેન્શન દૂર કરાવી લીધું છે. મેં તો કુશ્તીમાંથી સંન્યાસ લઈ લીધો છે, પણ બ્રિજશરણ અને તેમના લોકોને ફેડરેશન ચલાવવા અને મહિલા પહેલવાનોને પરેશાન નહીં કરવા દઉં, એમ તેણે કહ્યું હતું.