અદિતિ અશોક ઓલિમ્પિક પદક ચૂકી, ચોથા ક્રમાંકે રહી

ટોક્યોઃ ઓલિમ્પિક ગેમ્સમાં બીજા નંબરે રહીને ઇતિહાસ રચવાના ઊંબરે ઊભેલી ભારતીય ગોલ્ફર શુક્રવારે બ્રોન્ઝ મેડલથી ચૂકી ગઈ હતી અને તે ચોથા નંબરે રહી હતી. અદિતિએ 12માં હોલ સુધી સારો મુકાબલો કર્યો હતો, પણ તે રમતના છેલ્લા ભાગમાં યોગ્ય પર્ફોર્મન્સ આપવામાં નિષ્ફળ રહી હતી. તે છેલ્લા હોલમાં શોટ લગાવવામાં નિષ્ફળ રહી હતી, જે તેને મેડલ અપાવી શકત. જાપાનની મોને ઇનામી અને ન્યુ ઝીલેન્ડની લાઇડિયાએ રમતનો સ્તર ઊંચો કરતાં અદિતિને મેડલની રેસમાં બહાર કરી દીધી હતી. અમેરિકાની નેલી કોર્ડાએ સુવર્ણ, જાપાનની મોને ઇનામીએ અને ન્યુ ઝીલેન્ડની લાઇડિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં રમત અટકતાં પહેલાં છેલ્લે જાપાનની મોને ઇનામી અને ન્યુ ઝીલેન્ડની લાઇડિયાએ જબરદસ્ત પરત ફરતાં અદિતિ અશોકને એક ચોથા નંબરે મોકલી દીધી હતી. 12મા હોલ પર અદિતિ અશોક બે અને ખેલાડીઓની સાથે સંયુક્ત રૂપે ત્રીજા સ્થાને હતી. તેનો જાપાની અને ન્યુ ઝીલેન્ડના પ્રતિસ્પર્ધી સામે જોરદાર ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હતી અને 15મા હોલ પર આ બંને જણે અદિતિ અશોકને એક ક્રમાંક નીચે ધકેલી દીધી હતી.

પાછલા ત્રણ દિવસોમાં અદિતિએ શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું. ટોક્યોમાં શનિવારે ભારે વરસાદની સંભાવના છે. જો ચોથા રાઉન્ડની મેચ સ્થગિત કરવી પડી તો મેડલનો નિર્ણય ત્રીજા રાઉન્ડને આધારે લેવામાં આવશે. આવામાં અદિતિ સિલ્વર મેડલ પોતાને નામે કરવામાં સફળ રહેશે.  

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]