નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીની અસર જ્યાં એકબાજુ મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ પર પડી છે તો બીજી તરફ લોકોની પ્રાઈવેટ લાઈફ પણ આનાથી પ્રભાવિત થઈ રહી છે. આવામાં ઓસ્ટ્રેલિયાના 8 એવા ક્રિકેટર કે જેમના લગ્ન પર આ ઘાતક વાયરસની અસર પડી છે અને આને સ્થગિત કરવા પડશે. ચીનથી ફેલાયેલા આ વાયરસને WHO એ આ વાયરસને મહામારી જાહેર કરી છે અને ટોક્યો ઓલમ્પિક, યૂરો કપ, આઈપીએલ, ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ જેવી મોટી-મોટી સ્થિત કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના યુવા સ્પિનર એડમ જમ્પા સહિત 8 ક્રિકેટરોને કોરોના વાયરસને લઈને પોતાના લગ્ન સ્થગિત કરવા પડ્યા છે.
ઓસ્ટ્રેલિયાના પેસર જેક્સન બર્ડ, એન્ડ્ર્યૂ ટાઈ, ડાર્સી શોર્ટ, જેસ જોનસન, કેટલિન ફ્રેટ, એલેસ્ટર મેક્ડરમોટ અને મિશેલ સ્વેપ્સનને પોતાના લગ્ન અત્યારે બંધ રાખવા માટે મજબૂર થવું પડ્યું છે. ક્રિકેટ શિડ્યુલને લઈને ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના ક્રિકેટર એપ્રીલમાં જ લગ્ન કરે છે. આ દરમિયાન ક્રિકેટ સીઝન પણ ખતમ થઈ રહી હોય છે.
