જેન્ડર પે ઈક્વાલિટી પર આધારિત સોનલ અંબાણીનું નવું શિલ્પ

અમદાવાદ: સોનલ અંબાણીનું શિલ્પ “Slings & Arrows of Outrageous Fortune” વેનિસ, ઇટાલી ખાતે દર્શાવવામાં આવશે. યુરોપિયન કલ્ચરલ સેન્ટર (ECC) દ્વારા આયોજિત 2024 આર્ટ બિએનાલે ખાતે તેમનું આ શિલ્પ રજૂ કરવામાં આવશે. આ પહેલાં વેનિસ 2022 આર્ટ બિએનાલેમાં પણ તેમનું શિલ્પ “રાઇડરલેસ વર્લ્ડ” દર્શાવવામાં આવ્યું હતું.યુરોપિયન કલ્ચરલ સેન્ટર એકવાર ફરી સોનલ અંબાણનું વેનિસ, ઇટાલીમાં સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. આ વખતે સોનલ “Slings & Arrows of Outrageous Fortune,” એક શક્તિશાળી ઇન્સ્ટોલેશન જે જેન્ડર પેને સંબોધિત કરે છે, તેનું પ્રદર્શન કરવાના છે. “Slings & Arrows of Outrageous Fortune” એ સતત એક પ્રતિબિંબ પોઈન્ટ તરીકે ઊભું છે. જે જેન્ડર પેના તફાવતને કે જે આપણી આજુ-બાજુની સામાજિક-આર્થિક દુનિયામાં ઊંડ-ઊંડે જડાયેલો મુદ્દો છે તેને રજૂ કરે છે. આ ઇન્સ્ટોલેશનના સેન્ટરમાં એક સ્ટેનલેસ સ્ટીલ બુલ છે, જેમાં વિશ્વની મુખ્ય કરન્સી છે. આ ઇન્સ્ટોલેશન દ્વારા સોનલ અંબાણી પિતૃસત્તાક માળખા પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કર છે. જેમાં પુરૂષોને વધુ મહત્વ આપવામાં આવે છે. ઇન્સ્ટોલેશનમાં બુલના શરીરને વીંધવા માટે લાલ તીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પડકારનાર લોકોના પ્રયત્નોને ચિહ્નિત કરે છે.

જે લોકો પ્રણાલીગત પૂર્વગ્રહો સામે બોલવાની હિંમત કરે છે અને જેઓ બીજી તરફ અથાગ મહેનત કરે છે તેનાં સિમ્બોલ તરીકે આ લાલ તીરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇન્સ્ટોલેશન એક કૉલ ટુ એક્શન છે, એક રીમાઇન્ડર છે કે આ તફાવતને દૂર કરવાનો સામૂહિક સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે. આ આર્ટવર્ક નોબેલ પારિતોષિક વિજેતા ક્લાઉડિયા ગોલ્ડિનનું ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય અને જેન્ડર ઈક્વાલિટી માટેના તેમના પ્રયાસોની ઉજવણીના ભાગરૂપે બનાવવામાં આવ્યું છે.

વેનિસમાં યુરોપિયન કલ્ચરલ સેન્ટર (ECC) 20મી એપ્રિલથી 24મી નવેમ્બર, 2024 સુધી મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ ઇવેન્ટની 600,000થી વધુ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આ શોમાં 300થી વધુ કલાકારો અને મલ્ટિડિસિપ્લિનરી ક્રિએટિવ્સને એકસાથે લાવે છે. આ વર્ષના શૉમાં આંતરરાષ્ટ્રીય મલ્ટીમીડિયા કલાકારો, ફોટોગ્રાફર્સ, શિલ્પકારો, કલા સાથે જોડાયેલા વિવિધ કલાકારો અનેશૈક્ષણિક સંસ્થાઓ તેમજ ગેલેરીસ જોડાવાના છે. જેઓ તેમના દ્રષ્ટિકોણ, પ્રતિબિંબ અને પ્રતિભાવોને આજના સમાજના બહુવિધ પાસાઓ માટે સ્પષ્ટ કરશે.શિલ્પકાર સોનલ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો તેમણે પોતાની સર્જનાત્મક યાત્રા ત્રણ દાયકા પહેલા શરૂ કરી હતી. તેમનું કામ વિશાળ માત્રામાં લોકોને રોજગારી આપે છે. પ્રકૃતિ અને શહેરીકરણ વચ્ચેના અંતરને વિશિષ્ટ શૈલીયુક્ત તત્વોની વિવિધતાથી તેઓ દૂર કરે છે. સોનલ અંબાણીનું કામ ઈન્ડિયા આર્ટ ફેર, આર્ટ બહેરીન એક્રોસ બોર્ડર્સ, મ્યુઝિયમ ઓફ ગ્રેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ભારતમાં અનેક કલા ઉત્સવો અને અગ્રણી ગેલેરીઓમાં તેમનું આર્ટ પ્રદર્શન યોજાયું છે.