અમદાવાદઃ વીકલી એક્સપાયરી દિને બજારમાં ઝડપી ઘટાડો થયો હતો. ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટી ગયો હતો. પરંતુ ટ્રેડિંગ સેશનને છેલ્લા કલાકમાં બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી હતી. જેથી નિફ્ટી 24,600ના સ્તરે બંધ થયો હતો. અમેરિકી બોન્ડ યિલ્ડમાં ઉછાળો અને વૈશ્વિક બજારોમાં વેચવાલીને લીધે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. રોકાણકારોના રૂ. બે લાખ કરોડ ડૂબ્યા હતા.
ઘરલુ શેરબજારોમાં રિલાયન્સ, HDFC બેન્ક અને ઇન્ફોસિસ જેવા હેવી વેઇટેજ શેરોમાં ઘટાડાને પગલે ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓના શેરોમાં ઘટાડો સૌથી વધુ રહ્યો હતો. સેન્સેક્સ 645 પોઇન્ટ તૂટીની સાથે 80,952ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 204 પોઇન્ટ તૂટીને 24,610ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 134 પોઇન્ટ તૂટીને 54,941ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 295 પોઇન્ટ તૂટીને 56,325ના મથાળે બંધ થયો હતો.
સ્થાનિક બજારમાં સૌથી વધુ ઘટાડો FMCGS, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને બેન્કિંગ શેરો ઘટીને બંધ થયા હતા. BSE સેન્સેક્સમાં 30માંથી 27 શેર ઘટીને બંધ થયા હતા.
BSE પર કુલ 4086 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1758 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2165 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 163 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 82 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 34 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 225 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 221 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
