શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક સપાટીએ થયા બંધ

બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ફરી એકવાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે બેંક નિફ્ટીમાં લગભગ 700 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે BSE સેન્સેક્સ 529 પોઈન્ટના ઉછાળા સાથે 66,590 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 147 પોઈન્ટના ઉછાળા સાથે 19,711 પોઈન્ટ પર બંધ થયો હતો.

 

આજના કારોબારમાં બેન્કિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં તેજી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.41 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી આઇટી 0.31 ટકા, ફાર્મા 0.77 ટકા ઉપરાંત મેટલ્સ, મીડિયા, એનર્જી, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરના શેરોમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 ઘટીને બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેર વધીને અને 19 ઘટીને બંધ રહ્યા હતા.


ઘટી રહેલા શેરો

આજના વેપારમાં SBI 2.81 ટકા, વિપ્રો 2.54 ટકા, રિલાયન્સ 2.10 ટકા, HDFC બેન્ક 2.07 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.45 ટકા, ટેક મહિન્દ્રા 1.24 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.04 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટેલા શેરોમાં ટાટા મોટર્સ 1.02 ટકા, ભારતી એરટેલ 0.89 ટકા, ટાઇટન કંપની 0.70 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.66 ટકા ઘટીને બંધ થયા હતા.

માર્કેટ કેપમાં ઉછાળો

શેરબજારમાં આવેલી શાનદાર તેજીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 303 લાખ કરોડને પાર કરી ગયું હતું. આજે કારોબારના અંતે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 303.88 લાખ કરોડ હતું.