અદાણી મુદ્દાની તપાસ માટે સેબીને વધુ ત્રણ મહિનાનો સમય મળ્યો, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસ માટે વધારાનો ત્રણ મહિનાનો સમય આપવા માટે મંજૂરી આપી છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથ પર લાગેલા આરોપોની તપાસ માટે સેબીને 14 ઓગસ્ટ સુધી વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સેબીએ આ મામલાની તપાસ માટે વધારાના છ મહિનાનો સમય માંગ્યો હતો.