મુંબઈમાં યોજાશે ઉડત અબીલ ગુલાલ -૨૦૨૫

મુંબઈ: 8મી માર્ચે ભવન્સ ચોપાટી ખાતે ઉડત અબીલ ગુલાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેઘર ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમે 2025માં તેના 31મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સાંજે સાત વાગેથી ચતુર્બંદીમાં: સંતુર પર સ્નેહલ મુઝુમદાર અને તેમની સાથે તેમના દીકરી ડૉ. મૈથિલી મુઝુમદાર, સરસ્વતી વીણા પર નારાયણ મણિ, શરણાઈ પર કિરણ શિંદે અને વાયોલિન પર સતીષ શેષાદ્રિ શાસ્ત્રીય સંગીતની રજૂઆત કરશે. તેમની સાથે તાલ સંગતમાં તબલા પર સત્યપ્રકાશ મિશ્રા, મૃદંગમ્ પર સતીષ કૃષ્ણમૂર્તિ, ચેન્દા પર ચેતન શિંદે અને ઘટમ્ પર શક્તિધરણ સાથ આપશે. ત્યારબાદ નયનિકા ઘોષ કથક નૃત્યમાં હોરી રજૂ કરવાના છે.રવિવારને 9મી માર્ચે પણ સાંજે સાડા છ વાગે અંધેરી-મુંબઈ સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે. ઉદયન અને ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં પણ સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદી રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ ડૉ. મોનિકા શાહ હોરી, રસિયા અને ઠૂમરી રજૂ કરશે. આ સંગીત-નૃત્ય કાર્યક્રમની પરિકલ્પના અને પ્રસ્તુતિ જાણીતા સંતૂરવાદક, લેખક અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવાં સ્નેહલભાઈ મુઝુમદારની છે.

આ વર્ષે પણ સંગીતના આ મધુરા કાર્યક્રમમાં અનેક રાગની પ્રસૂતિ કરવામાં આવશે. બંન્ને કાર્યક્રમના સૂત્રધાર મિહિર શેઠ અને શૈલી મુઝુમદાર રહેશે. આ નિ:શુલ્ક કાર્યક્રમોમાં સર્વ રસિકોને કલાકારો દ્વારા આમંત્રણ છે.