અમદાવાદ: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે પ્રવેશ થઈ રહ્યો છે. રાજસ્થાનથી બપોરે યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યનાં 7 જીલ્લામાંથી પસાર થશે.ગુજરાતના ચાર દિવસીય ન્યાય યાત્રા દરમિયાન 6 પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 70થી વધુ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી બપોરે 3 વાગ્યે ઝાલોદમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતનાં આદિવાસી વિસ્તાર પર છે. કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટબેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા શરે
દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે
પીપલોદ ખાતે યાત્રાનું સ્વાગત થશે
11 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા
બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ
હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન
હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ
પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા
ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ
9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા
બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં કોર્નર બેઠક યોજાશે
નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન
રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત
બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા
10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન
માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી
બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન
બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા
વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા અહીં સ્વાગત કરાશે
સોનગઢમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે
10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા