નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાને મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તીખો હુમલો કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ખેડૂતોની આવક બેવડી કરશે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે અન્નદાતાની જિંદગી જ અડધી થઈ રહી છે. આ સિસ્ટમ ખેડૂતોને મારી રહી છે. વડા પ્રધાન મોદી પોતાના જ PRનો ખેલ જોઇ રહ્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે વિચાર કરો, માત્ર ત્રણ મહિનામાં મહારાષ્ટ્રમાં 767 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. શું આ માત્ર આંકડો છે? નહીં. આ છે 767 બરબાદ થયેલાં ઘરો છે. 767 કુટુંબો જે ક્યારેય ફરીથી ઊભા નહીં થઈ શકશે અને સરકાર? ચૂપ છે. ખેડૂત પ્રતિદિન દેવાંમાં ધકેલાઈ રહ્યો છે. બીજ મોંઘાં છે, ખાતર મોંઘું છે, ડીઝલ મોંઘું છે, પણ MSPની કોઈ ગેરંટી નથી. જ્યારે તેઓ દેવાંમાફીની માગ કરે છે, ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે જેની પાસે કરોડો રૂપિયા છે? તેમની લોન મોદી સરકાર સરળતાથી માફ કરી દે છે. આજના સમાચાર જોઈ લો — અનિલ અંબાણીના રૂ. 48,000 કરોડની SBI છેતરપિંડી. આ સિસ્ટમ ખેડૂતોને ધીમે-ધીમે, પણ સતત રીતે મારતી રહી છે.
सोचिए.. सिर्फ 3 महीनों में महाराष्ट्र में 767 किसानों ने आत्महत्या कर ली।
क्या ये सिर्फ एक आंकड़ा है? नहीं। ये 767 उजड़े हुए घर हैं। 767 परिवार जो कभी नहीं संभल पाएंगे।
और सरकार? चुप है। बेरुख़ी से देख रही है।
किसान हर दिन कर्ज़ में और गहराई तक डूब रहा है – बीज महंगे हैं, खाद… pic.twitter.com/uDzFpYoMrG
— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2025
કોંગ્રેસ નેતાની ટિપ્પણી પર ભાજપે પણ પલટવાર કર્યો છે. IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ X પર માહિતી શેર કરતાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની સરકારનાં 15 વર્ષના શાસન દરમિયાન 55,928 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજકારણ માટે મૃતકોની ગણતરી કરવી શરમજનક છે, પરંતુ ક્યારેક આંગળી ઉઠાવતાં પહેલાં રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટી શાસિત દુઃખદ વિરાસતની પણ જવાબદારી લેવી જોઈએ.
