ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં ડાન્સ માટે પ્રિંયકાની તૈયારી,જુઓ પોસ્ટ

મુંબઈ: પ્રિયંકા ચોપરાએ એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે અને તે મુંબઈ આવી છે. અભિનેત્રી તાજેતરમાં હૈદરાબાદમાં મહેશ બાબુ સાથેની તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, પરંતુ ભાઈ સિદ્ધાર્થના લગ્ન માટે અભિનેત્રી હવે કામથી વિરામ લઈને મુંબઈ પહોંચી ગઈ છે. સિદ્ધાર્થે ઓગસ્ટ 2024 માં નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી હતી અને હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરાના મુંબઈ સ્થિત ઘરે તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેની એક ઝલક અભિનેત્રીએ પોતે તેના ચાહકો સાથે શેર કરી છે.

પ્રિયંકાએ તેના ભાઈના લગ્નની તૈયારીઓની ઝલક બતાવી
પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર ચાહકોને સંગીતની તૈયારીઓની ઝલક આપી છે, જેમાં પરિવાર અને સંબંધીઓ સાથેનું તેનું જોરદાર કનેક્શન જોઈ શકાય છે. ફોટો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું,’લગ્ન ઘર… અને તે કાલથી શરૂ થાય છે, મારા ભાઈના લગ્ન, સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય દ્વારા સંગીત પ્રેક્ટિસ, ઘરે આવીને ખૂબ મજા આવી. મારું હૃદય ભરાઈ ગયું છે અને મારું શિડ્યુલ પણ, કોણ કહે છે કે લગ્ન સરળ છે? કોઈ નહીં…પણ મજા આવે છે. આગામી થોડા દિવસો ખૂબ સારા રહેવાના છે.’

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ડાન્સ પ્રેક્ટિસ કરતી જોવા મળી
ફોટામાં પ્રિયંકા ચોપરા અન્ય લોકો સાથે ડાન્સ પ્રેક્ટિસ કરતી જોઈ શકાય છે. અન્ય કેટલીક તસવીરોમાં ગ્લોબલ સ્ટારે ઘરે ચાલી રહેલી તૈયારીઓ અને પરિવારના સભ્યો વચ્ચેના બંધનને દર્શાવ્યું છે. અભિનેત્રીએ તેના ફેમિલી ડિનરના ફોટા પણ શેર કર્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીની પુત્રી માલતી મેરીની ઝલક પણ જોઈ શકાય છે. અભિનેત્રીએ તેના ઘરમાંથી સૂર્યાસ્તનો નજારો પણ બતાવ્યો છે. તાજેતરમાં અભિનેત્રી મુંબઈના કલિના એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં અભિનેત્રી સંપૂર્ણપણે સફેદ લુકમાં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મો

પ્રિયંકા ચોપરા હાલમાં એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે જોવા મળશે. પ્રિયંકાએ તાજેતરમાં હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરની મુલાકાતના ફોટા પણ શેર કર્યા છે. આ તસવીરો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ એમ પણ કહ્યું કે તેણીએ તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરતા પહેલા ભગવાનના આશીર્વાદ લેવા પહોંચી હતી.