ટ્રમ્પ પહેલા તુલસી ગેબાર્ડ સાથે PM મોદીની મુલાકાત

અમેરિકા: વડાપ્રધાન મોદી બે દિવસ માટે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમની મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં વેપાર, ડિફેન્સ, ઊર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. આ ઉપરાંત આતંકવાદ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, ચીન, H1B વિઝા અને ગેંગસ્ટર જેવા મુદ્દે પણ વાતચીત થવાની શક્યતા છે.

તુલસી ગેબાર્ડ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા : PM મોદી

PM મોદીએ કહ્યું કે હુંવોશિંગ્ટનમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડને મળ્યો. આ પદ પર તેમની નિમણૂક બદલ હું તેમને અભિનંદન આપું છું. ભારત-અમેરિકા મિત્રતાના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, જેની તેમણે હંમેશા હિમાયત કરી છે.

PM મોદી પ્રથમ વખત અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરને મળ્યા. આજે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીં તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સાથે, પ્રતિનિધિમંડળ સ્તરની અનેક બેઠકો પણ થશે. બધાની નજર ઉદ્યોગપતિઓ સાથેની તેમની મુલાકાત પર પણ રહેશે.