પુષ્ય નક્ષત્રમાં PM મોદીએ નોંધાવી ઉમેદવારી

લોકસભા ચૂંટણીનો ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. અને બીજી બાજુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે BJP અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે.

આજે PM મોદી વારાણસી બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે એ પહેલા પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા અર્ચના કરી હતી. જે બાદ સવા દસ કલાક આસપાસ કાળ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી તેઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી 11:40ના પુષ્ય નક્ષત્રમાં વારાણસી ઉમેદવારી નોંધાવી હતી. પીએમના નોમિનેશન વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને એનડીએના તમામ નેતાઓ કલેક્ટર કચેરી હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વારાણસી પહોંચી હતા. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ આજે સવારે જ કાશી પહોંચી ગયા હતા. જ્યાં તેમને મોટી સંખ્યામાં સમર્થોકોની હાજરીમાં વારાણસીમાં કલેક્ટર કચેરીમાં ઉમેદવારી નોંધાવી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગઈકાલે PM મોદીએ બાબા વિશ્વનાથજીના ધામમાં રોડશોનું આયોજન કર્યુ હતું. જે બાદ કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. PM મોદીએ મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન છીલયું હતું.