નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. તેના એક દિવસ પહેલાં એટલે કે સોમવારે સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ જશે. આ દરમિયાન વિપક્ષ નીટ પેપર લીક, રેલવે સુરક્ષા અને કાવડ યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે લીધેલા મુદ્દા પર એન.ડી.એ. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.
સંસદ સત્ર પહેલાં રવિવારે સર્વદલીય બેઠકમાં જે.ડી.યુ. અને વાઈ.એસ.આર.પી.સી.એ ક્રમશઃ બિહાર અને આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગ કરી છે. બીજી તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે સર્વદલીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. બીજી તરફ એન.ડી.એ. ગઠબંધનના નેતાઓ જીતન રામ માંઝી અને જયંત ચૌધરી પણ બેઠકમાં સામેલ થયા ન હતા. એવું માનવામાં આવે છે કે સમાજવાદી પાર્ટી દ્વવારા કાવડ યાત્રાનો મુદ્દો ઉઠાવતા કહેવામાં આવ્યું કે, દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનો નિર્ણય ખુબ જ ખોટો છે.
આજથી શરૂ થઈ રહેલું સંસદ સત્ર આગામી 12મી ઓગષ્ટ સુધી ચાલશે. જેમાં કુલ 19 બેઠકોં થવાની છે. આ દરમિયાન સરકાર તરફથી 6 વિધયક પણ રજૂ કરવાની આશા છે. જેમાં 90 વર્ષ જૂનો વિમાન અધિનિયમને બદલવાવાળું વિધયક પણ સામેલ છે. સાથે જ જમ્મૂ-કાશ્મીરને બજેટ માટે સંસદની મજૂરી આપવાનું વિધયક પણ સામેલ છે. આ દરમિયાન વિપક્ષ તરફથી સતત હંગામો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. મંગળવારે રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.