ઓલિમ્પિકમાં મહિલા કેટેગરીમાં ગોલ્ડ જીતનાર ઈમાન ખલીફ પુરૂષ છે!

પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ગોલ્ડ મેડલ જીતનારી અલ્જિરિયાની 25 વર્ષીય મહિલા બોક્સર ઈમાન ખલીફ એક નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ઈમાન ખલીફ જૈવિક રીતે સ્ત્રી નથી. ઈમાન ખલીફનો જન્મ ‘અંડકોષ’ અને ‘માઈક્રોસ્કોપિક પેનિસ’ સાથે થયો હતો.પેરિસ ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ઈમાન ખલીફ મહિલા છે કે પુરૂષ તેને લઈને ભારે વિવાદ થયો હતો. ગેમમાં વિરોધી બોક્સરે એમ કહીને મેદાન છોડી દીધું હતું કે, તેના મુક્કા પુરુષો જેવા છે. આ પછી ઈમાને પેરિસ ઓલિમ્પિક્સમાં 66 કિગ્રા કેટેગરીમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.તાજેતરમાં ઇમાન ખલીફનો મેડિકલ રિપોર્ટ લીક થયો છે. જે જૂન 2023નો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મેડિકલ રિપોર્ટ પેરિસની ક્રેમલિન-બિસેત્રે હોસ્પિટલ અને અલ્જિયર્સની મોહમ્મદ લેમિન ડેબાધિન હોસ્પિટલના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ એક ફ્રેન્ચ પત્રકારે લીક કર્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, ઈમાન ખલીફના શરીરમાં XY રંગસૂત્રો છે અને તે જૈવિક રીતે પુરુષ છે. તેમની અંદર કોઈ ગર્ભાશય નથી, જે સ્ત્રીઓમાં હોય છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ખલીફ 5-આલ્ફા રીડક્ટેઝની ઉણપથી પ્રભાવિત છે. જે માત્ર જૈવિક પુરુષોમાં જોવા મળતા જાતીય વિકાસની વિકૃતિ છે.