કરાચીઃ ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (PoK) વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાં પર કરાયેલી સૈનિક કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ની સીધી અસર પાકિસ્તાનના શેરબજાર પર જોવા મળી છે. કરાચી સ્ટોક એક્સચેન્જનો બેંચમાર્ક ઇન્ડેક્સ KSE-100 એક સમયે છ ટકા સુધી તૂટી ગયો હતો, જે 2021 બાદની સૌથી મોટો ઘટાડો છે.
શેરબજારમાં શું બન્યું?
બજાર ખૂલતાના જ KSE-100 ઇન્ડેક્સ 5.7 ટકા સુધી નીચે આવી ગયો. એપ્રિલ, 2025માં અત્યાર સુધીમાં ઇન્ડેક્સ 6 ટકાથી વધુ ઘટી ચૂક્યો હતો, જે ઓગસ્ટ 2023 પછીનું સૌથી ખરાબ માસિક પ્રદર્શન છે. વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં (YTD) KSE-100માં આશરે 1.1 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે 2024માં આ ઇન્ડેક્સ 86 ટકા વધ્યો ગયો હતો.
રોકાણકારોનો વિશ્વાસ કેમ ડગમગ્યો?
ભારતની આતંકવાદી કાર્યવાહી બાદ સરહદ પર તણાવ અને સંઘર્ષની આશંકાએ સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો હતો. રોકાણકારોને ભય છે કે આ વિવાદ વધુ ઉગ્ર બનશે, જેને કારણે આર્થિક અને રાજકીય અસ્થિરતા વધી શકે છે. પાકિસ્તાને 48 કલાક માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે, જેને કારણે લોજિસ્ટિક્સ અને વેપાર ખોરવાયાં હતાં.
ભારતની આ સૈનિક કાર્યવાહી માત્ર આતંકવાદી માળખાને જ નહીં, પરંતુ પાકિસ્તાનની આર્થિક સ્થિરતાની મૂળભૂત સપાટીને પણ હચમચાવી નાખી છે. KSE-100માં થયેલી કડાકા બતાવે છે કે રોકાણકારો પહેલાથી જ ભયગ્રસ્ત હતા અને હવે સૈન્ય કાર્યવાહી એ ભયને એને મંદીમાંમાં ફેરવી દીધું હતું.
