ગાંધીનગર: ‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની 29મી નવેમ્બર, 2024ના રોજ 155મી જન્મજયંતી છે. ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારી-કર્મચારીશ્રીઓએ આજે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે ૨૯મી નવેમ્બર, ૧૮૬૯માં થયો હતો. પૂજ્ય ઠક્કરબાપા ગાંધીજીના પ્રિયજન તથા હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક તરીકે જાણીતા છે. ઠક્કરબાપાએ વર્ષ ૧૯૧૯ અને ૧૯૨૨માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું.ઠક્કરબાપા અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય તથા બંધારણમાં હરિજનો-આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણ કામો પણ તેમણે કર્યા હતા. ઠક્કરબાપાનું ૧૯મી જાન્યુઆરી, ૧૯૫૧ના રોજ નિધન થયું હતું.