પેરિસ: 57 kg કેટેગરીમાં ભારતના રેસલર અમન સહરાવતે રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્યુર્ટો રિકોના ડારિયન ક્રૂઝને 13-5થી ધોબી પછાડ આપી અમને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી કુલ છ મેડલ જીત્યા છે જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે. અમન સહરાવત સેમિ ફાઇનલ મેચમાં જાપાનના રી હીગુચી સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બે મિનિટ 14 સેકન્ડમાં જ મુકાબલો સમાપ્ત થઈ ગયો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજો માટે હાલમાં વજન જાળવવું સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. વિનેશ ફોગાટ બાદ હવે અમન સેહરાવતનો બીજો કેસ સામે આવ્યો છે. અમાને શુક્રવારે 57 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ આ મેડલ જીતતા પહેલા તેને રાતોરાત તેનું વજન ઓછું કરવું પડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સેમિફાઇનલ મેચ હાર્યા બાદ અમન સેહરાવતનું વજન 4.6 કિલો વધી ગયું હતું, જેને તેણે પોતાના કોચ સાથે મળીને માત્ર 10 કલાકમાં ઘટાડ્યું હતું. બ્રોન્ઝ મેડલ મેચ પહેલા અમન આખી રાત ઉંઘ્યો ન હતો.અમન સેહરાવતે શુક્રવારે 9 ઓગસ્ટના રોજ ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે અમન વ્યક્તિગત ઈવેન્ટમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારો સૌથી યુવા એથ્લેટ બની ગયો છે.