ઓડિશાના કેબિનેટ મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ સાયન્સ સિટીની મુલાકાત લીધી 

અમદાવાદ: ઓડિશા સરકારના કેબિનેટ મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી. તેમણે અહીં વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો, ઈનોવેટિવ મોડ્યુલ્સ અને ટેકનોલોજી આધારિત ઇન્ટરએક્ટિવ ગેલેરીની મુલાકાત લીધી અને તેની પ્રશંસા પણ કરી.

મુલાકાત દરમિયાન કૃષ્ણચંદ્ર પાત્રાએ જણાવ્યું કે, “ગુજરાત રાજ્ય દેશનું મોડલ સ્ટેટ છે. ઓડિશામાં સાયન્સ સિટી નથી, જેને લઈને અમે આ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. અહીંયાથી જાણકારી લઈને ઓડિશામાં બહુ મોટું સાયન્સ સિટી બનાવવાના છીએ. અહીંયા બધું જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે તેમજ પેંગ્વિન એ પણ ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો છે જે જાણીને લાગ્યું કે આપણા દેશમાં પણ પેંગ્વિનની સાર સંભાળથી પરિણામ મળી શકે છે, અહીંયાથી અમે શીખીને જઈશું અને ઓડિશામાં સાયન્સ સિટીની શરૂઆત કરાવીશું. કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સરકાર તથા સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના વિઝનને બિરદાવ્યું અને જણાવ્યું કે સાયન્સ સિટી જેવા કેન્દ્રો વૈજ્ઞાનિક અભિગમ માટેનો મજબૂત આધારસ્તંભ છે. ગુજરાત સાયન્સ સિટી દેશભરના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને અનુભવથી ભરપૂર વાતાવરણ ઉભું કરે છે.