પટનાઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન યશ માહેશ્વરી દ્વારા છઠ્ઠ પૂજા દરમિયાન બિહારની મહિલાઓ લાંબી લકીરમાં સિંદૂર લગાવવાની પરંપરા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીથી ભારે આક્રોશ ફેલાયો છે. તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. જોકે માહેશ્વરીએ વિડિયો જાહેર કરીને માફી માગી લીધી છે, પરંતુ તેમ છતાં લોકોનો ગુસ્સો ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. બિહાર ભાજપના નેતા ઋતુ જયસ્વાલે માગ કરી છે કે રાજ્યના દરેક જિલ્લામાં યશ માહેશ્વરી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બિહારના લોકો સહિત અનેક લોકોનું કહેવું છે કે સમગ્ર સમુદાયની પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓની મજાક ઉડાવ્યા બાદ માત્ર માફી માગી લેવી પૂરતી નથી.
પટના પોલીસે નોંધાવી FIR
બિહાર પોલીસે બુધવારે જણાવ્યું હતું કે પટના સાયબર પોલીસ સ્ટેશનમાં યશ માહેશ્વરી સામે FIR નોંધવામાં આવી છે. આ કેસ માહિતી ટેક્નોલોજી અધિનિયમ (IT એક્ટ)ની કલમ 66C અને 66D ઉપરાંત અન્ય કલમો (75(1), 79, 351 અને 352) હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે બિહારની મહિલાઓ સામે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીથી સામાજિક સૌહાર્દ બગડી શકે છે અને વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ શકે છે.
दिनांक 24.11.2026 को सोशल मीडिया प्लेटफॉर्म YouTube पर चैनल @Almostyash (Yash Maheshwari) के माध्यम से बिहार की महिलाओं के प्रति अभद्र एवं आपत्तिजनक टिप्पणी किए जाने के मामले में #पटना_साइबर_थाना में कांड संख्या 1550/26, दिनांक 24.11.2026, धारा 75(1), 79, 351, 352 एवं 66(C), 66(D) IT Act के अंतर्गत #प्राथमिकी दर्ज की गई है।
उक्त वीडियो/कंटेंट में बिहार की महिलाओं के प्रति की गई आपत्तिजनक टिप्पणियों से सामाजिक सौहार्द प्रभावित होने एवं विभिन्न समुदायों के बीच वैमनस्य की स्थिति उत्पन्न होने की आशंका के मद्देनजर मामले को गंभीरता से लेते हुए प्राथमिकी दर्ज की गई है।
पटना साइबर थाना द्वारा मामले की जांच एवं अग्रतर विधिक कार्रवाई की जा रही है।
#पटना_पुलिस सोशल मीडिया पर आपत्तिजनक, अभद्र एवं भड़काऊ सामग्री प्रसारित करने वालों के विरुद्ध सख्त कार्रवाई के लिए प्रतिबद्ध है।
@dm_patna @bihar_police @IG_CentralRange @cityspwest @CentralSP_patna @CyberPol_Patna @BiharHomeDept @IPRDBihar @DDNewsHindi @AIRNewsHindi #PatnaPolice #CyberPolice #CyberCrime #BiharPolice #CyberPS #viralvideo #viral
— Patna Police (@PatnaPolice24x7) November 25, 2026
માહેશ્વરીએ 21 નવેમ્બરે પોતાની યુટ્યુબ ચેનલ પર તેમના સ્ટેન્ડ-અપ કોમેડી શોનો વિડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેમણે બિહારની મહિલાઓ દ્વારા લગાવવામાં આવતા સિંદૂરની લંબાઈની સરખામણી પુરુષોના જનનાંગો સાથે કરી હતી. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ બિહાર પોલીસ, દિલ્હી પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓને આ મામલે તાત્કાલિક ધ્યાન આપવા, યોગ્ય FIR નોંધવા અને યશ માહેશ્વરી સામે કાયદા હેઠળ સૌથી કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
हमारे महापर्व छठ और छठव्रतियों पर अश्लील कॉमेडी करने वाले इस शख्स के खिलाफ बिहार के प्रत्येक जिले में FIR दर्ज होनी चाहिए। ऐसी सख्त कानूनी कार्रवाई हो कि इसे अपनी गलती का एहसास हो और अगली छठ में हमारे महापर्व की महानता का साक्षात दर्शन कर सके।
छठ की आस्था और अस्मिता से खिलवाड़ बर्दाश्त नहीं!
— Ritu Jaiswal (@activistritu) November 24, 2026
વકીલે મોકલી કાનૂની નોટિસ
સુપ્રીમ કોર્ટના વકીલ અમિતા સચદેવાએ જણાવ્યું છે કે તેમણે કોમેડિયનને કાનૂની નોટિસ મોકલી છે અને તેનું પાલન કરવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. કટારલેખક કમલેશ સિંહે ‘X’ પર લખ્યું હતું કે ધાર્મિક વિષયો પર કોમેડી કરવા માટે ઉત્તમ લેખન કૌશલ્યની જરૂર હોય છે. યશ માહેશ્વરીનું સ્તર એટલું નીચું છે કે તેઓ આવું કંઈક વિચારી પણ શકતા નથી. આવી વાતો કહેવા માટે વ્યક્તિએ આ કલામાં ખૂબ નિપુણ હોવું જરૂરી છે. તેમના આખા શોમાં એક પણ વાત રમૂજી નહોતી. એકદમ બકવાસ.




