નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાં તેની સમગ્ર ટોલ ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નવી ટોલ ટેક્સ સિસ્ટમ રાહત આપશે. ટોલ દરોમાં ઘટાડો થશે. તેની જાહેરાત 8-10 માં કરવામાં આવશે.ગડકરીએ એક ટીવી કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. 2024 સુધીમાં હાઇવેને ટોલ ફ્રી કરવાના પ્રશ્ન પર ગડકરીએ કહ્યું કે મેં ટોલ ફ્રી કહ્યું નથી. મેં કહ્યું હતું કે ટોલ ભરનારા લોકો ખુશ થશે. કારણ કે તે એવી નીતિ લાવી રહ્યા છે જે ચોક્કસપણે સામાન્ય લોકોને ઘણી રાહત આપશે.
‘8-10 દિવસમાં ટોલ નીતિ જાહેર કરીશું’
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, અમે ચૂકવવા પડતા ટોલનો અભ્યાસ કર્યો છે. અમે તે બદલી રહ્યા છીએ. હું તમને આનાથી વધુ કહી શકતો નથી. મને લાગે છે કે અમે 8-10 દિવસમાં અંતિમ જાહેરાત કરીશું.‘ટોલ ભરનારા ખુશ થશે’
ગડકરીએ કહ્યું, આનાથી ટોલ ઘટશે. તેમાં કેટલો ઘટાડો થશે તે આપણે અત્યારે કહી શકતા નથી. પણ જે લોકો ટોલ ભરે છે તેઓ ખુશ થશે. તેને કોઈ ફરિયાદ નહીં હોય.
