જેલમાં મળેલી પ્રતાડનાથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને થયું કેન્સરઃ બાબા રામદેવ

નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહ બાદ યોગ ગુરૂ બાબા રામદેવ પણ ભોપાલથી લોકસભા ચૂંટણી લડી રહેલી પ્રજ્ઞા સિંહ ઠાકુરના સમર્થનમાં આવ્યા છે. યોગ ગુરુ બાબા રામદેવ શુક્રવારના રોજ વિવાદાસ્પદ ભાજપા નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના સમર્થનમાં સામે આવ્યા અને તેમને રાષ્ટ્રવાદી ગણાવતા કહ્યું કે માત્ર સંદેહના આધાર પર તેમને નવ વર્ષ સુધી પકડીને જેલની અંદર પ્રતાડિત કરવામાં આવ્યા, જેવી રીતે કોઈ આતંકવાદી હોય.

બાબા રામદેવે પટણામાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ગુનાની પરાકાષ્ઠા હતી. તમે માત્ર સંદેહના આધાર પર એક વ્યક્તિની ધરપકડ કરી લીધી અને નવ વર્ષ સુધી તેને શારીરિક અને માનસિક પીડા આપી. તેમને જે તણાવથી ગુજરવું પડ્યું તેનાથી તે શારિરીક રુપથી કમજોર અને કેન્સરથી પ્રભાવિત બની ગયા. તે આતંકવાદી નહી પરંતુ રાષ્ટ્રવાદી મહિલા છે.

મહત્વનું છે કે માલેગાંવ બોંક વિસ્ફોટની આરોપી પ્રજ્ઞા ઠાકુર દ્વારા 26/11 ના આતંકી હુમલામાં શહિદ થયેલા એટીએસના પૂર્વ પ્રમુખ હેમંત કરકરેને લઈને નિવેદન આપ્યું હતું, કે તેમનું મૃત્યુ “શાપ” ના કારણે થયું છે, અને આ મામલે જ્યારે બાબા રામદેવને સવાલ પૂછવામાં આવ્યો તો યોગગુરૂએ કહ્યું કે આપણે મહિલાઓ પ્રત્યે થોડી સંવેદના બતાવવી જોઈએ અને તે વ્યથા અને કડવાહટને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેના કારણે તેમણે આવું નિવેદન આપ્યું હશે. કરકરેને તેમના હિંદૂ આતંકવાદી હોવાનો સંદેહ હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા બાબા રામદેવે કહ્યું કે વડાપ્રધાન મોદીનો માત્ર એક એજન્ડા છે કે ભારતને મહાશક્તિ બનાવવો. આ લક્ષ્યની પૂર્તિ માટે તે રોજ 16-20 કલાક કામ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]