સુપ્રીમ કોર્ટે RBI ને આપી ચેતવણી, નાદારોના નામની યાદી જાહેર કરો…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે RTI કાયદા અંતર્ગત બેંક ડિફોલ્ટર્સના નામોને સાર્વજનિક કરવામાં આવે. કોર્ટે બેંકો અને નાણાકીય સંસ્થાનોના કામકાજના ઈન્સ્પેક્શન રિપોર્ટને પણ સાર્વજનિક કરવા માટે કહ્યું છે. સાથે જ ભવિષ્યમાં કોર્ટના આદેશના ઉલ્લંઘનને લઈને ચેતવણી પણ આપી છે.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને એમઆર શાહની બેંચે RBI ને વર્તમાન ડિસ્ક્લોઝર પોલીસી ખતમ કરવા માટે કહ્યું છે, જેના કારણે RTI અંતર્ગત સૂચનાને સાર્વજનિક નથી કરવામાં આવતી. કોર્ટે આરબીઆઈને 2015ના આદેશનું પાલન ન કરવાને લઈને ઠપકો આપ્યો છે, જેમાં પારદર્શિતા કાયદા અંતર્ગત સૂચનાને સાર્વજનિક કરવા માટે કહેવામાં આવ્યું હતું. બેંકે માન્યું કે RBIએ કોર્ટની અવમાનના કરી છે, જો કે કોર્ટે કોઈ દંડાત્મક કાર્યવાહી નથી કરી અને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આદેશનું ઉલ્લંઘન કર્યું તો તેને ગંભીરતાથી લેવામાં આવશે અને આરબીઆઈને અવમાનના કાર્યવાહીનો સામનો કરવો પડશે.

દેશની સૌથી મોટી કોર્ટે 2015માં કહ્યું હતું કે અમારું માનવું છે કે કોઈ નાણાકીય સંસ્થાન એવા કામમાં લિપ્ત છે ન તો સ્પષ્ટ છે અને ન તો પારદર્શી. આરબીઆઈ તેમના કામો પર પડદો પાડી રહી છે. આરબીઆઈનું કર્તવ્ય છે કે એ બેંકો વિરુદ્ધ કડક એક્શન લે, જે ખોટી વ્યાપારી ગતિવિધિઓમાં લિપ્ત છે. ખોટી વ્યાપારી ગતિવિધિઓમાં સંલિપ્ત સંસ્થાનોની જાણકારી આરટીઆઈ અંતર્ગત સાર્વજનિક કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, બેંકિંગ રેગ્યુલેટર જાણકારી આપવાનો ઈનકાર કરે છે અને એના માટે નીતિ પણ બનાવી જે સુપ્રીમ કોર્ટના આદેશ સાથે મેચ નથી થતાં.

રિઝર્વ બેંકને અંતિમ તક આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કોર્ટ દ્વારા અપાયેલા આદેશના ઉલ્લંઘન પર અમે કડક નજર રાખી શકતાં હતાં, પરંતુ અમે ડિસ્ક્લોઝર પોલીસીને ખતમ કરવાની અંતિમ તક આપી રહ્યાં છીએ, જે આ કોર્ટના આદેશની વિરુદ્ધ છે.

કોર્ટે રિઝર્વ બેંકની એ દલીલને ફગાવી દીધી જેમાં તેણે કહ્યું હતું કે રિપોર્ટમાં બેંકિંગ ઓપરેશન્સની ગુપ્ત જાણકારી હોય છે, અને આખો રિપોર્ટ સાર્વજનિક કરવો યોગ્ય નથી હોતો. કોર્ટે 2015ના આદેશ પર બીજીવાર વિચાર કરવાની અપીલ પણ ફગાવી દીધી છે.