ચંપારણ (બિહાર): રાજકીય વ્યૂહરચનાકારમાંથી પ્રચારક બનેલા પ્રશાંત કિશોરે કહ્યું છે કે પોતે ચૂંટણી નહીં લડે. જોકે એમણે વતન રાજ્ય બિહારમાં એક વધારે સારો રાજકીય વિકલ્પ પૂરો પાડવા પોતે લીધેલી પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો છે.
કિશોર હાલ બિહાર રાજ્યમાં પદયાત્રા પર નીકળ્યા છે. એમણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મારે ચૂંટણી શું કામ લડવી જોઈએ? મારી એવી કોઈ આકાંક્ષા નથી. કિશોરે પોતાની પર મામુલી રાજકીય જ્ઞાન ધરાવતા ધંધેબાઝનો આક્ષેપ મૂકનાર જનતા દળ (યુનાઈટેડ) પક્ષના નેતાઓની ઝાટકણી કાઢી છે અને કહ્યું કે, તમે મુખ્ય પ્રધાન નીતિશ કુમારને જ પૂછો કે મને બે વર્ષ સુધી શું કામ રાખ્યો હતો?