નવી દિલ્હીઃ વિશ્વના અન્ય દેશોની જેમ દેશમાં પણ આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ઊજવવામાં આવે છે. જોકે દેશમાં મહિલાઓ સુરક્ષિત મહસૂસ કરી રહી છે? દેશમાં 15 વર્ષ અને એનાથી વધુ વયની મહિલાઓમાં સુરક્ષાની ભાવના ઓછી છે.
એક સર્વે અનુસાર દેશમાં 15 વર્ષ અને એનાથી વધુ વયની મહિલોમાં સુરક્ષાની ભાવનામાં ઘટાડો થયો છે. વર્ષ 2017મા 65.5 ટકા ભારતીય મહિલાઓ સુરક્ષિત હોવાની માહિતી આપી હતી, પરંતુ વર્ષ 2023માં એ આંકડો ઘટીને 58 ટકાએ આવી ગયો હતો. આ આંકડો શહેર કે ગામમાં રાતના સમયે નીકળતી મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે કે કેમ? એના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. એની તુલનાએ ચીનમાં 91 ટકા મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છએ, જ્યારે UK અને અમેરિકામાં એ આંકડો ક્રમશઃ 74 ટકા અને 61 ટકા છે. આ યાદીમાં સૌથી નીચે દક્ષિણ આફ્રિકા છે. ત્યાંની 27 ટકા મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે.
આ સૂચકાંકથી માલૂમ પડે છે કે વૈશ્વિક સ્તરે આઠમાંથી એકથી વધુ મહિલાઓ છેલ્લા 12 મહિનામાં શારીરિક કે યૌન હિંસાનો શિકાર બની છે. એ દર સ્વિઝટઝર્લેન્ડ અને સિંગાપોરમાં બે ટકાથી માંડીને ઇરાકમાં 45 ટકા છે. ભારતમાં એ આંકડો 18 ટકા છે.
વર્ષ 2022માં ભારતમાં મહિલાઓની વિરુદ્ધ અપરાધોની સરેરાશ 1001 કેસ પ્રતિદિન નોંધાય હતા, જ્યારે 2021માં એ આંકડો 980 હતો. NCRBના ડેટાથી માલૂમ પડે છે કે આવા અપરાધોની સજાનો દર 2022માં ઘટીને 23.3 ટકા થયો હતો, જે ગયા વર્ષે 25.2 ટકા હતો. 2022માં યૌન ઉત્પીડનના 17,809 કેસ નોંધાયા હતા, એમાં 523 મહિલાઓ અને બાળકોના બનેલા શેલ્ટર હોમમાં, 422 જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં અને 419 કાર્યસ્થળો અથવા ઓફિસમાં થયા હતા.