અયોધ્યાઃ અયોધ્યા પાંચમા દીપોત્સવ પર એક વધુ રેકોર્ડ બનાવવા આતુર છે. ત્રીજી નવેમ્બરની સાંજે 32 ઘાટો પર સજાવવામાં આવેલા 9.51 લાખ દીવાઓનો ઝગમગાટ જોવા જેવો હશે. આ અવસરને યાદગાર બનાવવા માટે 12,000 વોલિન્ટિયર્સ દીવા પ્રગટાવશે. તેમણે દીવાઓથી રામાયણના પ્રસંગો ઉજાગર કરવામાં આવશે. ડો. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી વહીવટી તંત્રએ રામની પૈડી પર દીવા સજાવવાના કામને અંતિમ રૂપ આપ્યું છે. કુલપતિ પ્રો. રવિશંકર સિંહના માર્ગદર્શન હેઠળ 32 ઘાટો પર આશરે 200 સમન્વયક, 32 પર્યવેક્ષક અને 32 પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. અનેક સ્વયંસેવી સંસ્થાઓ અને ઇન્ટર કોલેજના શિક્ષક અને વિદ્યાર્થીઓ વોલિન્ટિયર સામેલ થયા છે.
ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી સરકાર બનવાની સાથે 2017માં અયોધ્યા રામ કી પૈડી પર દીપોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
રામ કી પૈડીના 32 ઘાટો પર રામાયણના પ્રયંગ માટે નવ લાખથી વધુ દીવા ગોઠવવામાં આવ્યા છે. ત્રીજી નવેમ્બરે એમાં તેલ પૂરવામાં આવશે, જેથી 9.51 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય છે. દરેક વોલિન્ટિયરે 75 દીવા પ્રગટાવવાના છે. રામ કી પૈડી પર આઝાદીના અમૃત મહોત્સવની પેટર્ન રાખવામાં આવી છે. ઘાટ નંબર3-4 પર કેવટ પ્રસંગ અને રામ-રાવણ યુદ્ધની પેટર્નથી દીવા ગોઠવવામાં આવ્યા છે. ઘાટ 5-6 પર રામભક્ત હનુમાન અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો લોગો બનાવી રહ્યા છે.
ગિનિઝ વર્લ્ડ રેર્કોર્ડના ટાઇમ કન્સલ્ટન્ટ નિશ્ચલ ભાણોતે જણાવ્યું હતું કે પ્રત્યેક દીવો કમસે કમ પાંચ મિનિટ સુધી એકસમાન પ્રજવલિત પ્રજવલિત રહેવો થઈએ એક ડ્રોનથી અમે દીવાની ગણતરી કરીએ છીએ અને બીજી ડ્રોનથી દીવો પ્રગટે છે, નથી પ્રગટતો- એની માહિતી આપીએ છીએ.