નવી દિલ્હીઃ સંદેશખાલી અને શેખ શાહજહાંને મામલે CBI તપાસને મામલે સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તરત સુનાવણી માટે અપીલ કરી હતી, પણ કોર્ટે તત્કાળ સુનાવણી કરવાનો ધરાર ઇનકાર કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં હાઇકોર્ટના આદેશ પર વચગાળાનો પ્રતિબંધ ઇચ્છતી હતી. શાહજહાં શેખ પર બંગાળના સંદેશખાલીમાં જબરદસ્તી વસૂલી, જમીન હડપવા અને સૌને ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બંગાળ સરકારે કલકત્તા હાઇકોર્ટના જે આદેશની વિરુદ્ધ અરજી દાખલ કરી છે, એમાં CBIને તપાસ સોંપવાની વાત કહી છે. મમતા સરકારનું કહેવું છે કે તપાસ SITને આધીન જારી છે, તેમ છતાં CBIને તપાસ સોંપવાનો આદેશ યોગ્ય નથી. હાઇકોર્ટના આદેશના કેટલાક કલાકોની અંદર TMC સરકારે આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટ ગઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે તત્કાળ સુનાવણીથી ઇનકાર કર્યો હતો અને રાજ્યને રજિસ્ટ્રાર જનરલની સમક્ષ મામલાની રજૂઆત કરવા નિર્દેશ આપ્યા હતા.