નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કોવિડ-19થી સંકળાયેલા કેટલાંક સૂચનો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં અમે સરકાર સાથે છીએ. અમે પણ સરકારની સાથે મળીને આ પડકારોનો સામનો કરીશું. તેમણે પત્રમાં લખ્યું હતું કે આ માનવ જાતિ સામેની કટોકટીના સમયમાં હું અને મારા હજ્જારો કોંગ્રેસી કાર્યકરો તમારી પડખે ઊભા છે. દેશમાં પ્રસરેલા કોરોના વાઇરસની લડાઈમાં સરકારના દરેક પગલાં અમારો તમને સાથ-સહકાર છે.
લોકડાઉનન સિવાય ગરીબો માટે પગલાં લેવાની જરૂર
રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે ગરીબોનાં હિતમાં કેટલાંક પગલાં લેવાની જરૂર છે. લોકડાઉનને કર્યા પછી દેશના કેટલાક ભાગોમાંથી ગરીબો હેરાન-પરેશાન હોવાના અહેવાલ આવી રહ્યા છે. શનિવાર સાંજે તો આનંદ વિહાર પર ગરીબો અને દાડિયા મજૂરો પોતપોતાનાં ઘરે જવા ઉતાવળા બન્યા હતા. આ પહેલાં દિલ્હી-ગાજિયાબાદ સરહદે પણ સેંકડો લોકો રસ્તા પર આવી ગયા હતા અને પગપાળા આ લોકો ઘર તરફ જવા રવાના થયા હતા.
તેમણે પત્રમાં લખ્યું હતું કે કોરોનાની કટોકટીમાં દેશની ઘણી કફોડી પરિસ્થિતિમાં મુકાયો છે. આપણે અન્ય મોટા દેશોએ અપનાવેલી સંપૂર્ણ લોકકડાઉનની વ્યૂહરચના કરતાં અન્ય પગલાં લેવાની જરૂર છે. દેશમાં અસંખ્ય ગરીબ લોકો દૈનિક આવક પર નિર્ભર છે ત્યારે આપણે બધી આર્થિક પ્રવૃત્તિ ઠપ ના કરી શકીએ. જો દેશમાં સંપૂર્ણ આર્થિક પ્રવૃત્તિ બંધ થશે તો કોવિડ-19 વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થશે.
સરકારે વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપીને તેમને આઇસોલેટ કરવાની જરૂર છે.
યુવાનો જે વતન ફર્યા એનાથી ચેપ વધુ ફેલાવાની શક્યતા
વળી આ ઘાતક વાઇરસ સામે લોકો સાથે સ્પષ્ટ અને વિસ્તૃત સંદેશવ્યવહાર કરવાની જરૂર છે. દેશનાં ગામડાંઓમાં લાખ્ખો વરિષ્ઠ નાગરિકો રહે છે, સંપૂર્ણ લોકડાઉનથી બેરોજગાર યુવાનો તેમના વતન પરત ફરશે, જેને લીધે તેમનાં માતા-પિતા, દાદા-દાદીને અને વરિષ્ઠ નાગરિકકોને આ રોગનો ચેપ લાગવાની વધુ શક્યતા છે, જેને પરિણામે અનેક લોકોનાં મોત થશે.
ગરીબને સામાજિક સુરક્ષા આપવાની જરૂર
આપણે ગરીબ શ્રમિકને મદદ કરવા માટે સામાજિક સુરક્ષા બનાવવાની જરૂર છે, તેમના માટે જાહેર સ્થળોએકામચલાઉ શેલ્ટર બનાવવાની જરૂર છે. સરકારે ગરીબો માટે જે નાણાકીય પેકેજ જાહેર કર્યું છે સરાહનીય પગલું છે, પણ એનું અમલીકરણની સ્પષ્ટ રૂપરેખા જાહેર કરો.
કામચલાઉ બેડ અને વેન્ટિલેટર્સ ઊભા કરવાની તાતી જરૂરિયાત
દેશની વિશાળ વસતિને ધ્યાનમાં રાખતાં આ રોગ સામે લડવા માટે મોટી હોસ્પિટલોમાં હજ્જારો બેડ્સ અને વેન્ટિલેટર્સની સુવિધા ઊભી કરવાની જરૂર છે. જેથી આ દર્દીઓને રાખી શકાયઆ ઉફરાંત જરૂરી આરોગ્યનાં સાધનોનું ઝડપી ઉત્પાદન કરવાની તાતી જરૂર છે, જે આપણને હાલ જરૂરી છે. કોરોના માટેના ટેસ્ટ કરવા માટેનાં વધુ કેન્દ્રો શરૂ કરવાની જરૂર છે ,જેથી આ વાઇરસને વધુ ફેલાતો અટકાવી શકાય અને આપણને આ વિશેનું સચોટ ચિત્ર મળી શકે.
સરકારે અચાનક લોકડાઉન કર્યું તેથી લોકોમાં ગભરાટ ફેલાયો અને મૂંઝવણમાં મુકાઈ ગયા. જેથી આ લોકો નિસહાય થઈ ગયા અને મને આગામી કેટલાક મહિનાઓ સુધી નાણાકીય સુરક્ષા આપવાની જરૂર છે.