વિટામીન-Dની ઉણપ રસીની અસરકારકતા ઘટાડી શકે: નિષ્ણાત

મુંબઈઃ દેશભરમાં છેલ્લા અમુક અઠવાડિયાથી કોરોનાવાઈરસના કેસ ઘટી રહ્યા છે. નવા ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક લાખથી નીચે આવી ગઈ છે. આજે દેશમાં નવા 50,000 કેસ નોંધાયા હતા. છેલ્લા 40 દિવસોમાં આ આંક પહેલી વાર આટલો ઓછો નોંધાયો છે.

તે છતાં દેશમાં ગંભીર બીમારીઓને કારણે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધવાનું ચાલુ છે. પુણેની ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસીન્સ વિભાગના વડા અને પ્રોફેસર ડો. અમિતાવ બેનરજીનું કહેવું છે કે કોરોના બીમારીના ચેપ સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા અને એને ટેકો પૂરો પાડવા માટે તેમજ કોરોના-વિરોધી રસીની અસરકારકતાને જાળવી રાખવા માટે લોકોએ પૂરતા પ્રમાણમાં વિટામીન-D લેવું જરૂરી છે.