વિદેશી નાગરિકોના વિસાની મુદત 30-સપ્ટેમ્બર સુધી વધારાઈ

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને કારણે દેશમાં ફસાયેલા બધા વિદેશી નાગરિકોના વિઝાની મુદત 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે, એમ સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે માર્ચ, 2020થી પહેલાં વિવિધ પ્રકારે વિસા પર ભારત આવેલા કેટલાય વિદેશી નાગરિકો રોગચાળાને કારણે ફ્લાઇટ્સના અભાવને કારણે દેશમાં ફસાઈ ગયા છે.

કેન્દ્ર સરકારે એવા વિદેશી નાગરિકોમાં રેગ્યુલર વિસા અથવા ઈ-વિસા અથવા રહેવાની સુવિધાને કોઈ પણ જાતની પેનલ્ટી વગર વિદેશી વિસાને ભારતની અંદર રહેવા માટે સુવિધા આપી છે. એ સુવિધા જે પહેલાં 31 ઓગસ્ટ, 2021 સુધી ઉપલબ્ધ હતી, એને કેન્દ્ર સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દીધી છે. આ માટે વિદેશી નાગરિકોએ સપ્ટેમ્બર સુધી FRRO-FROને કોઈ અરજી કરવાની જરૂર નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.

જોકે દેશમાંથી બહાર નીકળતાં પહેલાં તેઓ આ-FRRO પોર્ટલ પર બહાર નીકળવા માટે મંજૂરી માટે અરજી કરી શકે છે, જે જેતે અધિકારીઓ દ્વારા પેનલ્ટી વગર આપવામાં આવશે. જોકે જો કોઈ 30 સપ્ટેમ્બર પછી પણ વિસાની મુદત વધારવા ઇચ્છતું હતું તો તેઓ ચુકવણીને આધારે ઓનલાઇન ઈ-FRRO પ્લેટફોર્મ પર અરજી કરી શકે છે, જે માટે જેતે અધિકારીઓ વિચાર કરીને ઘટતું કરશે. જોકે પ્રવકતાએ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં પહેલાંથી રહેતા અફઘાન નાગરિકો માટે અલગથી ગાઇડલાઇન્સ હેટળ વિસાની મુદત વધારવામાં આવશે.