BSEએ સૂફી-સ્ટીલ ફ્યુચર્સની ડિલિવરી સફળતાપૂર્વક પાર પાડી

મુંબઈ, 3 સપ્ટેમ્બર, 2021: દેશના બીજા ક્રમાંકના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ બીએસઈએ તેના એસયુએફઆઈ (સૂફી) સ્ટીલ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા બાદ એક મહિનાની સાઈકલની સમાપ્તિના અંતે 90 મેટ્રિક ટન સ્ટીલની ડિલિવરી એક્સચેન્જના નિયુક્ત ડિલિવરી સેન્ટર રાયપુર ખાતે પૂરી પાડી છે.

કોન્ટ્રેક્ટ 22 જુલાઈ 2021ના રોજ જેએસડબલ્યુ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમણે સ્ટીલ ઉદ્યોગ માટે પારદર્શક બેન્ચમાર્કનો અભાવ હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. બીએસઈને વિશ્વાસ છે કે ડિલિવરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાથી આગળ જતાં બીએસઈ સૂફી સ્ટીલ બિલેટ્સના વપરાશની વેલ્યુ ચેઈનમાં વધુને વધુ સહભાગીઓ જોડાશે.

બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે એક્રિડિટેડ વેરહાઉસ ખાતે 90 મેટ્રિક ટનની ડિલિવરીએ બીએસઈ સૂફી સ્ટીલ બિલેટ્સ કોન્ટ્રેક્ટ્સની મજબૂત રિસ્ક હેજિંગ ઈન્સ્ટ્રુમેન્ટ તરીકેની અસરકારકતા દર્શાવી આપી છે. બીએસઈ પ્લેટફોર્મ સ્ટીલ ઉદ્યોગને સ્ટ્રક્ચર્ડ પ્રાઈસ ડિસ્કવરી પ્લેટફોર્મ તેમ જ રાષ્ટ્રીય સ્તરની બેન્ચમાર્ક પ્રાઈસ પૂરી પાડે છે, જેના થકી સહભાગીઓ તેમના પ્રાઈસ રિસ્કને હળવું કરી શકે છે.

બીએસઈ સૂફી સ્ટીલ ડિલિવરી આધારિત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ છે, જેનો હેતુ સ્ટીલ માર્કેટ માટે એક્સચેન્જ ટ્રેડેડ બેન્ચમાર્ક સર્જવાનો છે. કોન્ટ્રેક્ટ રાયપુર ડિલિવરીના છે, જે મુખ્ય સેન્ટર છે. ટ્રેડિંગ અને ડિલિવરી યુનિટ 10 મે. ટનના છે અને ખરીદી-વેચાણ વચ્ચેની સ્ટ્રાઈક પ્રાઈસનો ગાળો 100 છે. ટીક સાઈઝ રૂ.10 છે, જે ટ્રેડરો માટે બિડ અને ઓફર પ્રાઈસની પર્યાપ્ત વધઘટ  પૂરી પાડે છે.