‘માલ્યા-નીરવ-ચોક્સી ભારત પાછા આવી રહ્યા છે’

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે ભાગેડૂ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત પાછા આવી રહ્યા છે અને આ જ દેશના કાયદાનો સામનો કરશે. સીતારામને આ ભાગેડૂ ઉદ્યોગપતિઓના વિષયે વિરોધપક્ષની ઝાટકણી કાઢી હતી અને અગાઉની સરકારે આ લોકોને કયા આધારે લોન આપી હતી એવો સવાલ પૂછ્યો હતો.

માલ્યા અને નીરવ મોદીના બ્રિટનમાંથી પ્રત્યાર્પણ કરવા માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે, જ્યારે મેહુલ ચોક્સી કેરીબિયન ટાપુરાષ્ટ્ર એન્ટિગામાં હોવાનું મનાય છે.