દિલ્હીમાં ઝેરી હવા, વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર

નવી દિલ્હી– રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યો છે. આ એક જ સમાચાર દિલ્હીવાસીઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે. વાયુની ગુણવત્તા પર નજર રાખનારી એજન્સી એર વિઝ્યુલના જણાવ્યા અનુસાર વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી ટોપ પર છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં એર કવૉલિટી ઈન્ડેક્સ 622 નોંધાયો હતો, જે ભયાનક સ્તર પર છે.

ધ્યાન આપવાની વાત એ છે કે ટોપ 10 પ્રદૂષિત શહેરોમાં 8 એશિયાઈ દેશમાં છે. જ્યારે 2 યુરોપીય શહેરનો સમાવેશ થયા છે. આ યાદીમાં ભારત અને ચીનના બે શહેર સામેલ છે. રાજધાની દિલ્હી પછી સૌથી વધુ પ્રદૂષિત શહેર પાકિસ્તાનનું લાહોર છે.

લોહાર(376) તે પછી કોલકત્તા(179), પૉલેન્ડનું પૉજનૈન(173), ક્રાકો(160), ચીનનું હાંગજઉ(159), નેપાળનું કાઠમાંડુ(155), બાંગ્લાદેશનું ઢાકા(147), દક્ષિણ કોરિયાનું બુસાન(141), ચીનનું ચૉન્ગકિંગ(126) યાદીમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે દીવાળીમાં ફટાકટા ફૂટવાને કારણે રાજધાનીની હવા ઝેરી બની ગઈ છે. સરકાર તેના માટે યોગ્ય પગલાં લઈ રહી છે, તેવો દાવો કરે છે. પણ હકીકતમાં આવું કંઈ દેખાતું નથી અને લોકો માટે શ્વાસ લેવો કઠીન બની ગયો છે.

શુક્રવારે એર કવૉલિટી ઈન્ડેક્સમાં પીએમ 2.5ના સ્તર 500ને પાર કરી ગયું હતું. તેનો અર્થ એ થાય તે ખૂબ જ ગંભીર અને ભયાનક વાયુ પ્રદૂષણ થયું છે. જેને કારણે સ્કૂલોમાં વિદ્યાર્થીની હાજરી ઓછી થઈ ગઈ હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે પ્રદૂષણે માનવ જિંદગી 10 વર્ષ ઓછી કરી નાંખી છે.