પ્રવાસી વિદેશી ધરતી પર ભારતના એમ્બેસેડરઃ PM મોદી

ઇન્દોરઃ  17મા પ્રવાસી ભારતીય સંમેલનમાં સામેલ થવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દોર પહોંચ્યા છે. આ વર્ષે પ્રવાસી ભારતીય સંમેલનમાં 70 દેશોના 3800 લોકો સામેલ થઈ રહ્યા છે. જોકે આઠ જાન્યુઆરીએ આ સંમેલનનો પ્રારંભ થયો છે. કોરોના સંક્રમણને કારણે બે વર્ષ પછી આ કાર્યક્રમમાં બોલતાં વિદેશપ્રદાન એસ જયશંકરે કહ્યું હતું કે પ્રવાસી ભારતીય દિવસના ત્રણ ઉદ્દેશ છે. પહેલો- અમારા સંબંધો તાજા કરવા, બીજો- એને ઊર્જા આપવી અને ત્રીજો એમાં વધુ પાસાંઓને લાવવાના છે.

વડા પ્રધાન મોદીએ આ સંમેલનને જણાવ્યું હતું કે ઇન્દોર એક શહેર નહીં, પણ એક દોર છે. તેમણે કહ્યું હતું કે પ્રવાસીઓ તેમની માતૃભૂમિની માટીને વંદન કરવા આવ્યા છે. અમારા માટે વિશ્વ એક સ્વદેશ છે. વિશ્વમાં ભારતને લઈને ઉત્સુકતા છે.

ભારતના દરેક પ્રવાસી (NRI) વિદેશમાં બ્રાન્ડ એમ્બેસેડર છે. વિદેશમાં રહેતા ભારતીયોની જવાબદારી બહુ વધી જાય છે. ભારતીયો વિદેશોમાં ભારતની પ્રગતિની માહિતી આપી શકશે. ભારતી G-20 દેશની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. આ ભારત માટે એક ઉત્તમ તક છે. G-20 ના પ્રતિનિધિ મંડળની ભારતમાં 200 બેઠકો થવાની છે.

ભારત પાસે યુવાઓ મોટા પ્રમાણ છે. તેમની પાસે કુશળતા પણ છે. તેમની સ્કિલ કેપિટલ વિશ્વનું એન્જિન બની શકે છે. આપણા નેક્સ્ટ જનરેશન યુવા તેમને ભારતને જાણવા-સમજવા અનેક તક આપી રહ્યા છે. ભારતીયો એ લક્ષ્ય નક્કી કરે છે એ તેઓ હાંસલ કરીને રહે છે. ભારતના વિકાસની ઝડપ અસાધારણ છે. વિશ્વનાં પાંચ મુખ્ય અર્થતંત્રોમાં ભારત સામેલ થશે, એમ તેમણે કહ્યું હતું.