કોરોના, મંકીપોક્સ પછી ટોમેટો ફ્લુનું જોખમઃ 82 બાળકો સંક્રમિત

નવી દિલ્હીઃ દેશમાં ડોક્ટરોએ કોરોના વાઇરસ અને મંકીપોક્સની વચ્ચે ટોમેટો ફ્લુ નામના નવા વાઇરસની ચેતવણી આપી છે. જેનાથી અનેક બાળકો સંક્રમિત થયાં છે. આ સંક્રમણ મેમાં દક્ષિણી રાજ્ય કેરળમાં જોવા મળ્યું હતું. એમાં હાથ, પગ, અને મોઢામાં એક નવા પ્રકારની બીમારી હોવાની આશંકા છે. નિષ્ણાતો પણ આ રોગ-સંક્રમણની તપાસ કરી રહ્યા છે કે એ મચ્છર દ્વારા સંક્રમણ ફેલાય કે નહીં. જોકે તેમણે નવા પેથોજન્સથી ઇનકાર નથી કર્યો.

મેથી અત્યાર સુધી પાંચ વર્ષની ઓછી ઉંમરનાં 82 બાળકોમાં ટોમેટો ફ્લુ થયેલો જોવા મળ્યો છે અને 10થી ઓછી વયનાં બાળકો 26 વધુ બાળકો સંદિગ્ધ છે. આ બીમારીને ટોમેટો ફ્લુ એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે એમાં દર્દીને શરીર પર લાલ પીડાદાયક ફોલ્લા પડી જાય છે અને એ ધીમે-ધીમે ટામેટાં આકારમાં વધી જાય છે.

ટોમેટો ફ્લુમાં મોટા ભાગના દર્દીઓમાં તીવ્ર તાવ અને સાંધાઓનું દર્દ થાય, પણ થાક લાગવો, સુસ્તી અને ઝાડા પણ થાય છે. આ રોગમાં બહુ ઝડપથી સંક્રમણ ફેલાય છે. ડોક્ટરોને ડર છે કે જો આ પ્રકોપ વકર્યો અને કાબૂમાં નહીં આવ્યો તો એનાથી મોટી વસતિમાં એ ફેલાઈ શકે છે.

કેરળના કોલ્લમમાં છ મેએ પહેલો કેસ સામે આવ્યો હતો અને છેલ્લો કેસ 26 જુલાઈએ મળ્યો હતો. આ સિવાય ઓડિશામાં એકથી નવ વર્ષની વયનાં બાળકોમાં સંક્રમણના 26 કેસો મળ્યા હતા. મેડિકલ મેગેઝિન ધ લેન્સર્ટમાં મેડિક્સે કહ્યું હતું કે બાળકો ટોમેટો ફ્લુના સંપક્રમાં આવવાથી આ રોગ પ્રસરવાની શક્યતા છે. જોઆ વાઇરસ વયસ્કોમાં પણ ફેલાય તો ગંભીર પરિણામો ભોગવવાં પડે એવી શક્યતા છે.