લોકડાઉન વચ્ચે આજથી દેશના અનેક રાજ્યોમાં ધાર્મિક સ્થળો, હોટલ્સ અને શોપિંગ મોલ વગેરે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના કાળમાં ઠપ થઈ ગયેલા જનજીવનને ફરી કાર્યરત કરવાનો આ એક પ્રયાસ છે. લોકડાઉનમાં છૂટ આપવી હવે સરકાર માટે પણ મજબૂરી બની ગઈ છે કારણ કે દેશની અર્થવ્યવસ્થાને સ્વસ્થ રાખવી એ પણ સરકારની જવાબદારી છે.
કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યાર તમારા મનમાં સવાલ થતો હશે કે જો કોરોના આટલી ઝડપે ફેલાઈ રહ્યો છે તો સરકાર લોકડાઉનમાં છૂટ શા માટે આપી રહી છે? તો બીજી તરફ એ પણ હકીકત છે કે, આપણે કામ નહીં કરીએ તો ખાવાનો સામાન કયાથી આવશે?
એક વાત આપણે સૌ એ ધ્યાનમાં રાખવી જોઈએ કે, લાંબા સમયથી ચાલી રહેલા લોકડાઉનને કારણે લોકોમાં માનસિક બિમારીઓ, જેમ કે એન્ઝાઈટી, ડિપ્રેશન અને સ્ટ્રેસ વગરે જેવા રોગો વધવા લાગ્યા છે. હજુ પણ લોકોને ઘરમાં લાંબો સમય બંધ રાખવામાં આવશે તો દેશમાં માનસિક રોગી અને આત્મહત્યાના કેસ બંનેમાં વધારો થઈ શકે છે.
કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે માસ્ક ખૂબ જ ઉપયોગી છે. લોકડાઉનમાં મળેલી છૂટછાટનો અર્થ એવો બિલકુલ નથી કે, કોરોનાનો ખતરો ટળી ગયો છે. ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જતી વખતે ખૂબ જ સાવધાની સાથે તમામ જવાબદારીઓ પૂર્ણ કરવાની છે. એટલા માટે માસ્કનો ઉપયોગ જરૂર કરો. વધુ માત્રામાં કોરોના વાઈરસને તમારા શ્વાસમાં આવતો અટકાવે છે.
ચશ્મા- થોડા દિવસ પહેલા અમેરિકાની એક આઈ કેર સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આંખોના માધ્યમથી પણ કોરોના ફેલાઈ શકે છે. સાથે જ સંક્રમિત વ્યક્તિના આંસુને કારણે પણ કોરોના અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. આ સ્થિતિમાં આંખોની સુરક્ષાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આંખોની સુરક્ષા માટે તમે ગોગલ અને આઈ ગ્લાસીસનો ઉપયોગ કરી શકો છો.
સમર કેપ- જ્યારથી કોરોના આઉટબ્રેક થયો છે ત્યારથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે, કોરોના વાળ દ્વારા પણ સંક્રમણ ફેલાવી શકે છે. એટલે કે હવામાં રહેલ કોરોના વાઈરસ તમારા વાળમાં આવે તો આ દરમિયાન તમારા વાળને હાથ લગાવ્યા બાદ ચહેરા પર હાથ લગાવવાથી સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.
આ સમસ્યાના ઉપાય માટે જરૂરી છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નિકળો તો માથા પર ટોપી જરૂર પહેરો. રાતે ઘરે પરત ફર્યા પથી ટોપીને પાણીથી ધોઈ નાખો. આ ટોપી તમને કોરોનાના સંક્રમણથી પણ બચાવશે અને તડકાને કારણે થતા ટેનિંગથી પણ.
ગરમ પાણી- ગરમ પાણી આપણી પાચનક્રિયાને તંદુરસ્ત રાખે છે. જમ્યા પછી પાણીની ફુલ તરસ લાગી હોય તો હુફાળું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત દિવસમાં બેથી ત્રણ વખત ગરમ પાણીને પીવાથી તે ગળાને પણ સાફ રાખવામાં મદદ કરે છે.
ઉકાળો- ઉકાળો એક આયુર્વેદિક ઉપાય છે. જેને કુદરતી ઔષધિઓની મદદથી તૈયાર કરવામાં આવે છે. ઉકાળો તમે તમારી પસંદ અનુસાર કોઈ હર્બલ પદાર્થ વડે તૈયાર કરી શકો છો. ઉકાળો દિવસમાં બે વખત પીવાથી તમારા શરીરને કોરોનાથી રક્ષણ આપે છે.
યોગ- યોગ એક પ્રાકૃતિક ચિકિત્સા છે. કોરોનાનો ખતરો જોતા જીમ કે પાર્કમાં કસરત કરવા જવું હિતાવહ નથી. એટલા માટે ઘરમાં જ બાલકની કે ધાબા પર દરરોજ યોગ કરો. જો સવારે શક્ય ન હોય તો જ્યારે સમય મળે ત્યારે યોગ કરો. બસ ખાલી એક વાતનું ધ્યાન રાખો કે ભોજન લીધાના 4 કલાક પછી યોગ કરવા.
ધ્યાન- ધ્યાન કે મેડિટેશન આપણા શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી છે. લાંબ સમયથી ઘરમાં બંધ રહેવા અને કામ તેમજ મિત્ર-સગા કે સંબધિઓથી દૂર રહેવાથી અનિદ્રા, તણાવ અને નિરાશા જેવી માનસિક બિમારીઓથી બચવા ધ્યાન એક કારગર ઉપાય છે.