ચોરોએ HDFCનું ATM કાપતાં લાગી આગઃ રૂ. 3.98 લાખ ખાખ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં કેટલાક લુંટારુઓ HDFC બેન્કનું ATM લૂંટવા આવ્યા હતા. તેઓ ATMને ગેસ કટરથી કાપી રહ્યા હતી, એ દરમ્યાન મશીનની અંદર રહેલી રોકડ નોટોએ આગ પકડી લીધી હતી, જેથી આ આગમાં લાખો રૂપિયાની નોટો બળી ગઈ, પણ આગ લાગતાં લુંટારુઓના ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ ATM મશીનમાં રૂ. 3.98 લાખની રોકડ હતી.

પુણે સ્થિત કુડલવાડીમાં ચિખાલી રોડ પર HDFC બેન્કના ATMમાં ચોરો રવિવારે સવારે ત્રણ કલાકે લૂંટવા દાખલ થયા હતા. આ લુંટારુઓએ સૌપ્રથમ CCTV કેમેરા પર કાળો કલર સ્રે કરી દીધો હતો.  ત્યાર બાદ તેમણે ગેસ કટરથી ATM મશીનને કાપવાના પ્રયાસ કર્યા. જોકે ATM મશીન કાપવા સમયે નોટોમાં આગ લાગતાં મશીનની અંદર રહેલી રોકડ બળી ગઈ હતી, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.

બેંક અધિકારીઓએ પોલીસને જાણ કરી છે, અજાણ્યા લોકોની સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

દેશમાં દર વર્ષે ATM લૂંટવાના હજારો કેસ સામે છે. વર્ષ 2019-20માં દેશમાં 1302 ATM લૂંટવાના કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસોમાં રૂ. 68.45 કરોડનું નુકસાન થયું છે. ATM લૂંટવાના બનાવોમાં છેલ્લાં ત્રણ વર્ષમાં તેજી આવી છે. કેટલીક વાર તો ચોરો પૂરું ATM જ ઉઠાવીને લઈ જાય છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]