લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વીજ કર્મચારીઓની હડતાળ પર હાઇકોર્ટે સખતાઈ કર્યા પછી UP સરકારે પણ આકરાં પગલાં લીધાં છે. સરકારે 650 આઉટસોર્સિંગ કર્મચારીઓની સેવાને પૂરી કરી દીધી છે. એ સાથે કર્મચારી હાજર નહીં કરાવી શકનાર સાત એજન્સીઓ પર કેસ પણ નોંધ્યો છે. બીજી બાજુ, કામ નહીં કરવાવાળા પર તત્કાળ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. જે એજન્સીઓ પર FIR થઈ છે, એને પ્રતિબંધિત કરી દીધી છે. હવે ભવિષ્યમાં નિગમમાં આ એજન્સીઓ કામ નહીં કરી શકે.
આ પહેલાં વીજ પુરવઠાને વિક્ષેપ નહીં કરવાના અગાઉના આદેશ છતાં પ્રદેશના વીજ વિભાગના કર્મચારીઓની હડતાળ પર જવાને ગંભીરતાથી લેતાં અલાહાબાદ હાઇકોર્ટે વિભાગના કર્મચારી યુનિયન નેતાઓની સામે શુક્રવારે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી. કોર્ટે આ નેતાઓને જમાનતી વોરંટ જારી કર્યા હતા અને તેમને 20 માર્ચ, 2023 કોર્ટની સમક્ષ રજી થવા માટે કહ્યું હતું. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિ. (UPPCL)એ હાઇકોર્ટના આદેશોનો હવાલો આપતાં વીજ કર્મચારી સંયુક્ત સંઘર્ષ સમિતિના સંયોજક શૈલેન્દ્ર દુબે સહિત વિવિધ સંગઠનોના 18 પદાધિકારીઓને નોટિસ જારી કરીને તત્કાળ હડતાળ પરત લેવા માટે નિર્દેશ આપ્યા હતા.
આ મામલે આગામી સુનાવણી 20 માર્ચે નક્કી કરતાં કોર્ટે રાજ્ય સરકારને ત્યાં સુધી આ મામલે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપવા નિર્દેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સંબંધિત વિભાગના અપર મુખ્ય સચિવને એફિડેવિટ જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો.