કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 ડોક્ટરોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બીજી લહેર દરમ્યાન દેશભરમાં 400થી વધુ ડોક્ટરોએ જીવ ગુમાવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ના તાજા અહેવાલ અનુસાર કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 ડોક્ટરોનાં મોત થયાં છે, જેમાં દિલ્હીમાં થયેલા મોતોની સંખ્યા 100 છે. ત્યારે બિહાર આ લિસ્ટમાં બીજા નંબરે છે. જ્યાં સુધી અત્યાર સુધી કોરોનાને લીધે 96 ડોક્ટરોના જીવ ગુમાવ્યા હતા. IMAની યાદીમાં 22 રાજ્યોનાં નામ આપવામાં આવ્યાં છે, જે મુજબ કોરોનાને લીધે જે રાજ્યોમાં ડોક્ટરોનાં જ્યાં સૌથી વધુ મોત થયાં છે, એમાં યુપીનું સ્થાન ત્રીજું છે. ઉત્તર પ્રદેશમાં આ રોગચાળાને મકારણે અત્યાર સુધી 41 ડોક્ટરોનાં મોત થયાં છે.  કોરોના સંક્રમણને કારણે ડોક્ટોરનાં મોતના આંકડા પર નજર નાખીએ તો આ રોગચાળો ભયંકર લાગે છે. IMAની વેબસાઇટ પર સંસ્થાએ માહિતી આપી હતી કે આ રોગચાળાને કારણે અત્યાર સુધી 864 ડોક્ટરોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. કોરોના સંક્રમણથી લડી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સના મોતોને માલે કેટલાક દિવસો પહેલાં IMAએ બિહારની પાંખને મદદની અપીલ કરી હતી. બિહાર યુનિટે જણાવ્યું હતું કે ડોક્ટરોને કોવિડ ડ્યુટીને લીધે રજા નથી મળતી, જેને કારણે સંક્રમણ ફેલાય છે અને તેમનું મોત થાય છે.

IMAએના તાજા આંકડા ભયભીત કરનારા છે. રાજકીય પક્ષોએ સહિત કેટલાંક સંગઠનોએ કોરોના સામેની લડાઈ દરમ્યાન ડોક્ટરોનાં મોત વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

IMAની યાદીમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. રાજ્યમાં 31 ડોક્ટરોએ કોરોનાને લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.