નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને ગઈ કાલે દિવાળી ભેટ આપતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ત્યાર બાદ દેશનાં NDA શાસિત નવ રાજ્યોએ જનતાને ડબલ ગિફ્ટ સ્વરૂપે વેટમાં પણ રૂ. સાત સુધીનો ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને જનતાને જે લાભ આપ્યો છે, એ માટે સરકારને વાર્ષિક રૂ. 1.4 લાખ કરોડનું નુકસાન ભોગવવું પડશે.
છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચી હતી, જેથી સરકારે આ પગલું ભર્યું છે. વિશ્વમાં હજી પણ ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે. જેથી ઓઇલ કંપનીઓ પણ દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરી રહી હતી.
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં રૂ. સાતનો ઘટાડો
ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયની ઘોષણાની સાથે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર રૂ. સાતનો ઘટાડો કર્યો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન કાર્યાલયે આ માહિતી આપી હતી.
બીજી બાજુ, કર્ણાટક, ગોવા, આસામ અને ત્રિપુરાએ પેટ્રોલ અને ડીઝલ પર ના વેટમાં રૂ. 7-7નો કાપ મૂક્યો હતો. આવામાં આ રાજ્યોમાં હવે પેટ્રોલમાં રૂ. 12 અને પ્રતિ લિટર ડીઝલમાં રૂ. 17 સસ્તું થયું છે.
ઇન્ડિયન ઓઇલ અનુસાર ચાર મેટ્રો શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ પ્રકારે છે
દિલ્હી | 103.97 | |
મુંબઈ | 109.98 | |
ચેન્નઈ | 101.40 | |
104.67 | 104.67 |
છેલ્લા 26 દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લિટર રૂ. 8.15નો વધારો થયો હતો, જ્યારે છેલ્લા 29 દિવસોમાં ડીઝલમાં પ્રતિ લિટર રૂ. 9.35નો વધારો થયો હતો.