દેશનાં આઠ રાજ્યોમાં ‘R-ફેક્ટર’ એકને પાર પહોંચ્યો

નવી દિલ્હીઃ દેશમાં ત્રીજી લહેર શરૂ થવામાં છે. દેશમાં એક દિવસ પછી ફરી સતત છ દિવસ સુધી પ્રતિ દિન 40,000થી કોરોનાના નવા કેસો નોંધવામાં આવી રહ્યા છે. જેથી કેન્દ્ર સરકારે ફરી ચેતવણી આપતાં કહ્યું હતું કે કોરોના સંક્રમણ કાબૂ કરવા જરા પણ ચૂક ના થવી જોઈએ, કેમ આઠ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં R-ફેક્ટર વધુ છે. દેશમાં R-ફેક્ટર ફરી એક વાર એકની નજીક પહોંચ્યો છે. આ પહેલાં સાત મેએ R-ફેક્ટર એક હતો અને ત્યારે પ્રતિદિન આશરે ચાર લાખની આસપાસ કેસ આવી રહ્યા હતા. R-ફેક્ટર એક હોવાનો અર્થ એક કોરોનાનો સંક્રમિત દર્દી કમસે કમ એકને સંક્રમિત કરી શકે છે.   

વિશ્વમાં કોરોના રોગચાળો ખતમ નથી થયો, કેમ કે વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ભારતને સંબંધ છે, ત્યાં સુધી બીજી લહેર હજી પૂરેપૂરી ખતમ નથી થઈ. વિશ્વમાં પ્રતિદિન કોરોનાના 4.7 લાખથી વધુ સંક્રમણના કેસો નોંધવામાં આવી રહ્યા છે, એમ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું.

દેશનાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો- હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લક્ષદ્વીપ, તામિલનાડુ, મિઝોરમ, કર્ણાટક,પુડુચેરી અને કેરળમાં  R-ફેક્ટર એક કરતાં વધુ છે, જે ચિંતાનું કારણ છે. તેમણે કહ્યું હતું કે આવા સ્થળોએ કોરોનાને અટકાવવા માટે કન્ટેન્ટમેન્ટ જેવાં પગલાં અને સખતાઈથી અન્ય પગલાં લેવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે વિશ્વભરમાં R-ફેક્ટરમાં વધારો થયો છે અને ભારત માટે એ 1.2 છે.